ચોમાસુ:આણંદ શહેર સહિત જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા, બંગાળની ખાડીમાં લો પ્રેશર થતાં પુનઃ વરસાદી માહોલ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાદરવાના આકરા તડકામાં આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં નગરજનો ગમરીમાં શેકાઇ રહ્યાં છે.ત્યારે બુધવારે આણંદ શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં અેકા-અેક વાતવરણમાં પલટો આવ્યો હતો. આણંદ,વિદ્યાનગર, બાકરોલ, કરમસદ અને લાંભવેલ સહિત આણંદ તાલુકના કેટલાક ગામોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ત્યારે દિવસભરના બફારા બાદ વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહીના વચ્ચે બુધવારે આણંદ શહેર સહતિ જિલ્લામાં અેકા-અેક પુન ઃ વરસાદી માહોલ છવાયો હતો અને સમી સાંજે આણંદ, વિદ્યાનગર, કરમસદ, સહિત આણંદ તાલુકના કેટલાક ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો. વરસાદાથી શહેરના માર્ગો ભીંજાયા હતાં. શહેર સહિત પંથકમાં વરસાદી ઝાંપટું પડતાંની સાથે દિવસભરના બફારા બાદ વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સે.અને લઘુત્તમ 27 ડિગ્રી સે. નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયુ હતું. જ્યારે પવનની ગતિ 3.3કિલોમીટર પ્રતિકલાકની નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...