તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડુ તૌકેત:જો નબળું પડે તો હળવો વરસાદ, જો તીવ્ર બને તો ભારે વરસાદ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરમાં વૈશાખી વાયરાની અસર
  • અરબ સાગરમાં સર્જાયેલા અપર એર સાયકલોનીકની માત્ર અસર જ17 મેએ વર્તાશે

આણંદ કૃષિ યુનિ.ના હવમાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 20 જૂન સુધી આણંદ-ખેડા સહિત સમગ્ર રાજ્યમાં સક્રિયરૂપે ચોમાસાનું આગમાન થઈ જશે. તે પહેલાં એટલે કે મે મહિનાની 17મી તારીખ સુધીમાં દક્ષિણ-પૂર્વે અરબ સાગરમાં જ સર્જાયેલા વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું મહારાષ્ટ્ર થઈને ઉત્તર ગુજરાત અથવા કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે. જેને લઈને અગામી 18 થી 21 મે દરમિયાન આણંદ -ખેડા સહિત સમગ્ર મધ્યગુજરાત પર અસર વર્તાશે.

આ અંગે હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાંથી વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું 14મી મે બાદ કેરળથી મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ વધી રહ્યું છે. જે અગામી 17મી મે દરમિયાન ઉત્તર ગુજરાત અથવા કચ્છના વિસ્તારમાંથી પસાર થવાની સંભાવના છે. જો પૂર્વ-મધ્ય અરબ સાગરમાં વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો આણંદ -ખેડા સહિત સમગ્ર પંથકમાં અગામી 17મી મે બાદ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અને જો વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવીને નબળું પડે તો સમગ્ર પંથકમાં હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં અગામી 20 જૂન બાદ જ ચોમાસાનું આગમન
આણંદ કૃષિ યુનિ. ના હવામાન વિભાગના પ્રો. મનોજ લુંણાગરીયાન જણાવ્યા અનુસાર ગયા વર્ષથી પ્રશાંત મહાસાગરમાંથી લા-નીનાની સ્થિતી યથાવત છે. અને હજી સુધી સંકેતો એ છે કે આ પરિસ્થિતિ અહીં ચોમાસાની આખી સિઝન દરમિયાન રહી શકે છે. જેથી અત્યારે ચોમાસા પર તેની અસર વિશે કંઇ કહેવું બહુ વહેલું છે.

આ વખતે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં પરંપરા અનુસાર 15મી જુને ગુજરાતમાં આવશે. ત્યારબાદ 20 જૂન સુધી આણંદ-ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં ચોમાસાની ઋતુનું સત્તાવાર અગામન થઈ શકે છે. આ વખતે ચોમાસની ઋતુ પણ ગત વર્ષની સરખાણમીમાં સામાન્ય રહેશે.

ચરોતરમાં તામપાનનો પારો અડધો ડિગ્રી ઘટી 39.5 થયો
આણંદ-ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં અગામી 17 થી 21મી મે દરમિયાન હળવાથી ભારે વરસાદની અગાહી વચ્ચે બુધવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનો પારો 39.5 ડિગ્રીએ પહોંચ્યો છે. જે મંગળવારની સરખામણીમાં અડધો ડિગ્રી નીચો છે.

આણંદ કૃષિ યુનિ.ના હવમાન વિભાગ ના જણાવ્યા અનુસાર બુધવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 39.5 ડિગ્રીઅે પહોંચ્યો છે. જે મંગળવારની સરખામણીમાં અડધો ડિગ્રી નીચો નોધાયો હતો. આ સાથે લઘુત્તમ તાપમાનો પારો 26.5 ડિગ્રી નોધાયો હતો. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા નોધાયું હતું. જ્યારે પવનની ગતિ 5.9 કિ.મી પ્રતિ કલાક નોધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...