આણંદ જૂના સેવાસદન કચેરી ખાતે ઘણાં દિવસોથી લીફટ બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે. જેના લીધે અરજદારો સહિત સરકારી કર્મીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લીફટ શરૂ કરવામાંગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જૂની સેવાસદન કચેરી ખાતે જિલ્લા તિજોરી શાખા,મદદનીશ ભૂતસ્તર શાસ્ત્રી કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર , જિલ્લા રમતગમતની કચેરી, જિલ્લા હોમગાર્ડ કચેરી, સમાજકલ્યાણ વિભાગની કચેરી સહિત 20 જેટલી કેચરી આવેલી છે.જો કે આણંદ જિલ્લા સેવાસદન કચેરી ચાર માળની હોવાથી મોટી સંખ્યામા સરકારી કામ માટે આવતા અરજદારો માટે લીફટ આર્શીવાદ સમાન હોય છે.
પરંતુ તંત્ર દ્વારા મુકવામાં આવેલી લીફટ જાળવણીના અભાવે બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે.જેના લીધે અશકત,વૃધ્ધ, વિકલાંગ અરજદારોને સરકારી બાબુઓને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આ અંગે પી ડબ્લ્યુ ડીના જીતુભાઇ ભરાડિયાએ જણાવ્યુ હતું કે હજુ કોઇ ફરિયાદ લીફટ અંગેની મળી નથી.તેમ છતાંય વહેલી તકે લીફટ શરૂ કરી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.