તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકનો જીવ બચ્યો:ધર્મજમાં જન્મજાત હૃદયની તકલીફ સાથે જન્મેલા બાળકનો જીવ જોખમાયો, સારવાર માટે અમદાવાદ ખસેડાતા જીવ બચ્યો

આણંદ2 મહિનો પહેલા
  • અમદાવાદની યુ.એન.મહેતા કાર્ડીયોલોજી હોસ્પિટલમાં બાળકને લઇ જવાયો હતો
  • આણંદની 108 ની ત્વરીત સેવાથી નવજાત શિશુનો જીવ બચાવી શકાયો છે

ધર્મજના આરોગ્ય કેન્દ્રમાં જન્મેલા નવજાત શિશુને જન્મજાત હૃદય અને શ્વાસની તકલીફ હતી. જેમાં 108 ની ટીમ દ્વારા આ નવજાત બાળકને તાત્કાલિક ઓક્સિજન, વેન્ટીલેટર સપોર્ટથી અમદાવાદની યુ.એન.મહેતા કાર્ડીયોલોજી હોસ્પિટલમાં પહોંચાડી બાળકને ત્વરીત સારવાર અપાવતા બાળકને સ્થિતિ સુધારા પર છે. આમ 108 ની ત્વરીત સેવાથી નવજાત શિશુનો જીવ બચાવી શકાયો છે.

ત્વરીત સારવાર માટે ચાંગાની ચારુંસેટ હોસ્પિટલમાં ખોડવામાં આવ્યો

બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા હરસિદ્ધીબેન વિજયભાઈ પરમારને પ્રસુતિની પીડા ઉપડતા તારાપુર 108 ની એમ્બ્યુલન્સને કોલ મળતા 108 ના ઈએમટી જીજ્ઞેશ પટેલ અને પાઈલોટ યોગેન્દ્ર ઝાલા તાત્કાલિક બોચાસણ ગામે દોડી ગયા હતા. પ્રસૂતા હ૨સીદ્ધીબેનને ત્વરીત ધર્મજની સીએચસી આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જ્યાં રાત્રે સાડા ત્રણ કલાકે તેઓનું સીઝેરીયન કરી બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. પરંતુ તાજા જન્મેલા દિકરાને રડવામાં તથા શ્વાસ લેવામાં તકલીફ થતા બાળકને બાલ સખા અંતર્ગત ત્વરીત સારવાર માટે ચાંગાની ચારુંસેટ હોસ્પિટલમાં ખોડવામાં આવ્યો હતો.

108 ની ટીમની તાત્કાલિક સારવાર મળતા બાળકનો જીવ બચાવી શકાયો

જ્યાં નવજાત બાળકને ચેક કરવામાં આવતા બાળકને હૃદયની જન્મજાત ખામી હતી. અને શ્વાસમાં પણ તકલીફ હોય આ બાળકને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવાનું જણાવતા 108 ના ઈએમટી જીજ્ઞેશ પટેલે બાળકને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વેન્ટીલેટર સપોર્ટથી તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા કાર્ડીયોલોજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકને 108 ની ટીમની મહેનત અને આયોજનથી તાત્કાલિક સારવાર મળતા બાળકનો જીવ બચાવી શકાયો હતો. અને હાલમાં બાળકની સ્થિતિ સારી છે. પરિવારજનોના ચહેરે 108 ની ટીમનો ધન્યવાદ અને બાળકનો જીવ સ્મિત લહેરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...