તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:ઉમરેઠના લાલપુરા પાસે બે વર્ષ અગાઉ બ્રિજ પરથી 6 માસની બાળકીને ફેંકનારી માતાને આજીવન કેદ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હત્યારી માતા. - Divya Bhaskar
હત્યારી માતા.
 • બાળકના મોતમાં કોર્ટે 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષી ચકાસ્યા

ઉમરેઠ તાલુકામાં આવેલા લાલપુરા-સાવલી રોડ સ્થિત મહીસાગર બ્રિજ પરથી બે વર્ષ અગાઉ છ માસની પુત્રીની નીચે ફેંકી મોતને ઘાટ ઉતારનારી માતાને આણંદ જિલ્લા કોર્ટે હત્યાના ગુનામાં તકશીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. વધુમાં તેણીને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.

ઉમરેઠના અહીમા ખાતે રહેતી પરણિતા રમીલાબેનના લગ્ન આંકલાવડી ખાતે રહેતા પ્રવિણ પરસોત્તમ રોહિત સાથે થયા હતા. તેમને સંતાનમાં સાડા ત્રણ વર્ષનો મયુર નામનો પુત્ર અને છ માસની પુત્રી સુહાની હતા. વર્ષ 2018માં 13મી નવેમ્બરના રોજ તેણીએ ઘરકંકાસથી કંટાળીને પોતાની છ માસની પુત્રીને લાલપુરા-સાવલી રોડ સ્થિત મહીસાગર બ્રિજ પરથી નીચે ફેંકી દીધી હતી. જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઉમરેઠ પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

દરમિયાન તપાસમાં બાળકીનું મોત બ્રિજ પરથી ફેંકવાને કારણે અને તેનું મૃત્યુ તેની માતા રમીલાએ જ નીપજાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે ઉમરેઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી રમીલાની ધરપકડ કરી હતી. આ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચોથા એડિશ્નલ સેસન્સ જજ એસ.એ. નકુમની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં 21 જેટલાં દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીઓને તપાસ્યા બાદ કોર્ટે આરોપી માતાને આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી.

કોર્ટે ટાંક્યું… ઘટના પરથી તેણી કેટલી નિર્દયી છે તે પુરવાર થાય છે
સરકારી વકીલ એમ.એન. પટેલે દલીલો કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં માતા હત્યાના કેસમાં દોષિત ઠરે છે તેથી સમાજમાં દાખલો બેસે તે માટે સજા થાય તે જરૂરી છે. જેના જવાબમાં કોર્ટે પણ દલીલોને ગ્રાહ્ય રાખીને ખાસ ટાંક્યું હતું કે, ગુનામાં આરોપી મહિલા ગુનેગાર છે. પોતે એક સ્ત્રી છે. સાથે સાથે જનેતા, માતા છે. માનવ હોય કે પ્રાણી હોય, માતા પોતાના પુત્ર સંતાનો માટે હંમેશા હૃદયથી પ્રેમ ધરાવે છે અને કુણુ વર્તન દાખવે છે. કોઈ પણ માતા પોતાની માત્ર છ માસની બાળકીને કોઈ પણ જાતના વાંક વગર આ રીતે પુલ પરથી નીચે નાંખી મૃત્યુ નીપજાવે તે શક્ય નથી.

પરંતુ હાલના આરોપી દ્વારા તેવું કૃત્યુ કર્યું હોવાનું જણાઈ આવે છે અને તેનાથી તેણી કેટલી નિર્દયી છે તે પુરવાર થાય છે. અને માતા શબ્દ તથા તેની સાથે જોડાયેલ એક માતાનો પોતાના સંતાન પ્રત્યેના પ્રેમને કલંકિત કરે છે અને તેવા કૃત્યુ માટે તેણીને કોઈ પણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય તેમ નથી.

કપડાં ન લાવી આપતાં માથાકુટ થઈ હતી
વર્ષ 2018ની દિવાળીના તહેવારમાં આરોપી મહિલા તથા તેના બંને બાળકો મયુર અને સુહાનીના કપડાં લાવેલા ન હોય આ બાબતે પતિ સાથે મહિલાની બોલાચાલી થઈ હોવાનું કહેતા તત્કાલિન સી.PST આર.એન. ખાંટે જણાવ્યું હતું કે, તેની પૂછપરછ કરી ત્યારે તેણે પિયર પિતાની ખબર જોવાનું કહીને નીકળી હતી. નદીના બ્રીજ સ્થિત ત્રીજા પીલર પરથી બાળકીને ફેંકી હતી.

પરિવારજનોને ટાઈફોઈડથી મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું
13 નવેમ્બરના રોજ પરણિતા તેના પુત્રને લઈને તેમના ભાઈ રમણભાઈના ઘરે ગઈ હતી. જ્યારે તેમણે તેમને પુત્રી સુહાની વિશે પૂછયું ત્યારે રમીલાબેને જણાવ્યું હતું કે, સુહાનીનું મૃત્યુ સાતેક દિવસ પહેલાં ટાઈફોઈડના કારણે થયું હતું. તેણી છ મહિનાની હોય અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય કોઈને કંઈ જાણ કર્યા વિના દફનવિધિ કરી નાંખી હતી. બાદમાં અજાણી બાળકી બ્રિજ નીચેથી મળ્યા બાદ તેના પોસ્ટર સમગ્ર ઉમરેઠ તાલુકામાં લાગ્યા હતા. રમણભાઈએ પોસ્ટર જોયા બાદ તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બ્રિજ નીચેથી મળી આવેલી બાળકી પોતાની ભાણી હોવાનું કહ્યું હતું. વધુમાં બહેને કહેલી સમગ્ર હકીકત પણ જણાવી હતી. જેને પગલે સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો