તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરવાના રદ:જિલ્લામાં વર્ષ દરમિયાન16 દુકાનોના પરવાના રદ કર્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11,058 જેટલો જથ્થો સીઝ કરી 55 હજાર ઉપરાંત દંડ વસુલાયો

આણંદ જિલ્લામાં આવેલ સરકારી રેશનિંગની સસ્તા અનાજની દુકાનો ઉપર કાર્ડ ધારકોના અનાજ વિતરણમાં કેટલાક સંચાલકો દ્વારા જથ્થો સગેવગે અને અનિયમિત અનાજ વિતરણ કરતા હોવાની ગ્રાહકોની ફરિયાદને લઇ આણંદ જિલ્લા પુરવઠા કચેરીએ વીતેલા એક વર્ષમાં જિલ્લાની જુદા જુદા સસ્તા અનાજની દુકાન ઉપર ગેરરીતિઓની તપાસ હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શિક્ષાત્મક પગલાં લઈ કુલ19 પરવાના મોકૂફ કર્યા હતા જ્યારે 16 પરવાના રદ કરી દેવાયા હતા. જ્યારે ગેરરીતિમાં 11,058 જેટલો જથ્થો સિઝ કરી કબ્જે લેવાયો હતો. તેમજ દંડાત્મક કાર્યવાહીમાં રૂ.55,162 ની રકમનો દંડની વસુલાત કરી હોવાનું કચેરી દ્વારા જણાવાયું છે.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે અપાયેલા લોકડાઉન દરમ્યાન સસ્તા અનાજની દુકાનો ઉપર મફત રાશન વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક દુકાનદારોએ પોતાની મનમાની ચલાવી યોગ્ય સંચાલન ના કરી ગેરરીતિ આચરી હતી. જે ફરિયાદોના આધારે જિલ્લા પુરવઠા કચેરીએ સ્થળ તપાસ કરી એપ્રિલ 2020 થી ઓગસ્ટ 2020 સુધીમાં 17 જેટલી દુકાનો ઉપર તપાસ કરી કાર્યવાહી કરી દુકાનોના પરવાના મોકૂફ કર્યા હતા. જોકે ત્યાર બાદથી માર્ચ 2021 સુધીમાં માત્ર બે સંચાલકો સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...