પુરવઠા વિભાગની તપાસ:નાનાકલોદરા ગામે સસ્તા અનાજની દુકાનનો 90 દિવસ માટે પરવાનો મોકુફ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદાર દ્વારા જથ્થાનું વિતરણ કરીને રજીસ્ટ્રર નિભાવવામાં આવતું ન હતું

ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની વાજબી ભાવના દુકાનદારમાંથી રેશનકાર્ડ ધારકો અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું ન હોવાથી, તેમજ દુકાનદારની જગ્યાએ અન્ય કોઇ વ્યકિત દુકાન ચલાવતો હતો ,ફૂડ કુપન અપાતી ન હતી તેમજ રેશનકાર્ડ અનાજની નોંધ કરવામાં આવતી ન હોવાનું પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવતાં જ પુરવઠા વિભાગે 90 દિવસ સુધી માટે પરવાનો મોકુફ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત તાલુકાના નાનાકલોદરા ગામે વાજબી ભાવનાની દુકાન સંદિપ બી મકવાણાના નામે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રેશનકાર્ડ ધારકોને અનાજના જથ્થાનું સમયસર વિતરણ કરવામાં આવતું નહીં હોવાવી ફરિયાદ ઉઠી હતી. જેથી જિલ્લા પુરવઠા અધિકારીએ નાનાકલોદરા ગામે સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તપાસ કરતાં સંદિપ ભાઇની જગ્યાએ અશોકભાઇ નામનો શખ્સ દુકાનચલાવતો હતો. તેમજ રેશનકાર્ડ ધારકોને ફૂડ કુંપન આપવમાં આવતીન હતી.

તેમજ વિતરણ કરેલ જથ્થાની રેશનકાર્ડ નોંધ કરવામાં આવતી નથી.તેમજ રજીસ્ટ્રર નિભાવમાં આવતું ન હતું. તેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. જેથી પુરવઠા અધિકારી અહેવાલ તૈયાર કરીને ક્લકેટરને મોકલી આપ્યો હતો.ક્લેકટરની સુચનાથી જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.શાહ દ્વારા 90 દિવસ માટે પરવાનો મોકુફ રાખવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પુરવઠા અધિકારીઅે પુનઃ કોઈ દુકાનદાર દ્વારા અનાજના વિતરણમાં ઘાલમેલ ન થાય તે માટે 88 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...