રાજ્યમાં વ્યાજ ખોરોએ ધીરધારમાં 15 થી 17 ટકા વ્યાજની વસુલાત કરી રહ્યા હોવાની ફરિયાદોને પગલે રાજ્યના ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવાની વાત કરી કડક હાથે કામ કરવાના આદેશ કર્યા છે.અને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે.
ત્યારે આણંદ જિલ્લાના સારસા ગામે આવેલ વૃંદા-ફાઇનાન્સ સારસા ના પરવાના ધારક પટેલ સુનીલભાઇ રમેશભાઈ ને સરકારશ્રીના ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમ-2022નો ભંગ કરી કરતા પરવાનો રદ્દ કરવાનો આદેશ શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ,આણંદ રજીસ્ટાર રીના બી.પટેલ એ ધીરધારનો પરવાનો રદ કરી દીધો છે.
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ,આણંદના રજીસ્ટાર કચેરીના જણાવ્યા મુજબ વૃંદા-ફાઇનાન્સ સારસા ના પરવાના ધારક પટેલ સુનીલભાઇ રમેશભાઈ નો પરવાનો રિન્યુ કરાવતા સમયે પોલીસ ફરિયાદમાં તેઓના નામનો ઉલ્લેખ હોવા છતા ખોટું એફિડેવિટ રજુ કરીને પરવાનો રિન્યુ કરાવેલ, તેમજ તપાસમાં પરવાનાધારકે અધુરી વિગતો રજુ કરી ખોટા સ્તાવેજો કચેરીમા રજુ કરી, ખોટા હિસાબો રજુ કરીને અધિનિયમ વિરુધ્ધ ની કામગીરી વારંવાર કરેલાનું જણાઈ આવતા અને કચેરીને સરકારી કામમાં સહકાર ન આપતા તેમજ સરકારી કામમાં બાધા ઉભી કરતાં નાણાં ધિરધાર માટે અયોગ્ય જણાઇ આવતા વૃંદા ફાઇનાન્સ સારસા નું રજિસ્ટ્રેશન નંબર જીએમએલ01 સી આણંદનું તા.31.03.2027 સુધીના સમયગાળા સુધીનો હોવા છતાં પટેલ સુનીલકુમાર રમેશભાઇ નો પરવાનો ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011 કલમ-12 મુજબ રદ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છેકે, આ અગાઉ વૃંદા ફાઇનાન્સ સારસાના સુનીલભાઇ રમેશભાઈ પટેલ સામે થયેલ ફરિયાદો અને આક્ષેપોને જોતા જેતે વખતે આણંદની નામદાર કોર્ટના જ્જ દ્વારા મળેલ ગંભીર સુચના અનુસાર તેઓ વધુ વ્યાજે નાણા ધીરતા હોવાના 125 કોર્ટ કેસ અને 9 અપીલ ચાલે છે.
તેમજ સ્થળ મુલાકાત સમયની કાર્યવાહી સમયે તથા કચેરી દ્વારા પાઠવવામાં આવેલા પત્રનો યોગ્ય સહકાર ન આપતા અને વધુ નિર્દોષ લાચાર લોકો આવી ગેરરીતીનો ભોગ ન બને તેમજ વધુ વ્યાજના ચક્કરમાંથી બચી શકે તે જોતા માનવીય અભીગમ અપનાવી વૃંદા ફાઇનાન્સ સારસાના પટેલ સુનીલભાઇ રમેશભાઈનો પરવાનો રદ કરવા હુકમ જિલ્લા રજિસ્ટ્રાર સ.મંડળીઓ આણંદદ્વારા કરાયો છે. આણંદ પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે. જેને પગલે ફરિયાદોનું પ્રમાણ વધી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.