સમાજ ગોષ્ઠી:લેઉવા અને કડવા પાટીદાર હવે માત્ર પાટીદાર તરીકે ઓળખાશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર પંથકના વિવિધ પાટીદાર સમાજના ઘટકોના આગેવાનોએ નિર્ણયને બિરદાવ્યો
  • ખોડલધામ ખાતે લેવાયેલા સમાજના નિર્ણયને સૌએ આવકાર્યોઃ જુદા જુદા ઘટકોના કારણે ભારે નુક્સાન વેઠવું પડે છે

રાજ્યમાં 25 ટકા વસ્તી પાટીદારોની છે. વર્ષોથી પાટીદાર સમાજના જુદા - જુદા ઘટકોના કારણે સમાજના લોકો એક ન થઈ શક્યાં જેના કારણે આજે પણ પાટીદાર સમાજ રાજ્યમાં મોભાનું સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં હવેથી લેઉવા કે કડવા સહિત તમામ પાટીદારો માત્ર પાટીદાર તરીકે જ ઓળખાશે તે માટે દરેક ઘટકના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોઈ પણ ઘટકને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને પાટીદાર સમાજનો વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ નિર્ણયને ચરોતરમાં વિવિધ પાટીદાર સમાજના આગેવનોએ બિરદાવ્યો છે.

આણંદ - ખેડા જિલ્લામાં 42 લાખની વસ્તીમાંથી લેઉવા પાટીદાર 10.75 લાખ અને કડવા પાટીદાર 1.65 લાખ ઉપરાંત હોવાની સમાજના આગેવાનોઅે જણાવ્યું હતું. જો કે, ચરોતરમાં લેઉવા પાટીદારના જુદા જુદા 23 ઘટકો આવેલા છે. તેઓ એક બીજાને મદદરૂપ બને તો પાટીદાર સમાજનો વિકાસ વેગ પકડે અને રાજ્યમાં પણ પાટીદારોને મોભાનું સ્થાન મળી રહે તેમ ચરોતર પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

પાટીદાર સમાજ એક થશે તો દેશમાં આગવી ઓળખ ઉભી થશે
હાલમાં રાજ્યમાં પાટીદાર સમાજની વસ્તી અંદાજે 2 કરોડ ઉપરાંત છે . પરંતુ જુદા- જુદા ઘટકોમાં અને લેઉવા અને કડવામાં વહેંચાયેલા છે. જેના કારણે પાટીદાર સમાજમાં નાના માણસોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે વારાબંધીમાંથી બહાર નીકળી પાટીદાર સમાજ એક થશે તો સમાજનો વિકાસ ઝડપી બનશે. અને રાજ્ય અને દેશમાં આગવું સ્થાન મળશે. ખોડલધામ ખાતે લેવાયેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ખોડલધામ ખાતે પાટીદારોએ સમજી વિચારી નિર્ણય લીધો છે. > ડી.સી.પટેલ, ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજ

કોઈને અન્યાય ન થાય તે રીતે સમાજને અેક કરવો જરૂરી છે
પાટીદાર સમાજના જુદા-જુદા ઘટકોમાં રીત રીવાજો અલગ છે. વસ્તીનું ધોરણ પણ અલગ અલગ છે. ત્યારે કોઈ પણ ઘટક કે સમાજના લોકોને અન્યાય ન થાય અને દરેક પાટીદારને સરખો ન્યાય મળે તે રીતે સમાજની રચના કરવી જોઇએ અને પાટીદાર સમાજને વાળા બંધી માંથી બહાર કઢવામાં પ્રયાસને બિરદાવ્યો હતો. સમાજના વિકાસ માટે એક થવું જરૂરી છે પરંતુ તમામ પાટીદારોને ધ્યાને રાખીને આગળની રણનીતિ ઘડીને સમાજને એક કરવાના પ્રયાસો કરવા જોઇએ. > કમલેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી, કચ્છ કડવા પાટીદાર કેળવણી મંડળ ખંભાત

અન્ય સમાચારો પણ છે...