તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Legislators And Councilors Will Be Able To Allocate 20% Of The Amount From The Grant In The Development Works Of Public Participation

નિર્ણય:જનભાગીદારીના વિકાસના કામોમાં ધારાસભ્યો કાઉન્સિલરો 20% રકમ ગ્રાન્ટમાંથી ફાળવી શકશે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જોગવાઈ કરાઈ

રાજયના મહાનગરો અને નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ,હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાની થતી 20 ટકા ફાળાની રકમ માટે ધારાસભ્યો,કોર્પોરેટરો, કાઉન્સિલરની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ,હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર,પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સીમેન્ટ કોંન્ક્રીટના રોડ, સ્ટ્રીટલાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ અને ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે 70 ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, 20 ટકા ખાનગી સોસાયટી દ્વારા અને 10 ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.

રાજ્ય સરકારે કરેલા આ ફાળવણીમાં ફેરફાર કર્યો છે. નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતાં 20 ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, પાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉ 10 ટકા ફાળવી શકતા હતા. તેના બદલે હવે 20 ટકા રકમ પોતાની સંમતિથી ફાળવી શકશેમુખ્ય મંત્રીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...