• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Legendary Folk Singer Kirtidan Gadhvi Celebrated Uttarayan With His Family At Valvod Village In His Mother's Hometown Anand.

'વોકલ ફોર લોકલ'નો પતંગ ઉડાવ્યો:સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના માદરે વતન આણંદના વાલવોડ ગામે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કીર્તિદાન ગઢવીએ માદરે વતન ઉત્તરાયણ મનાવી - Divya Bhaskar
કીર્તિદાન ગઢવીએ માદરે વતન ઉત્તરાયણ મનાવી
  • પતંગ ચગાવવા દરમિયાન પક્ષીઓનું ધ્યાન રાખવા સંદેશ આપ્યો

સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી ઉત્તરાયણ મનાવવા પોતાના માદરે વતન આણંદના વાલવોડ ગામમાં આવ્યા હતા. દર વર્ષે કીર્તિદાન ગઢવી માદરે વતન ઉત્તરાયણ મનાવે છે. ઉત્તરાયણનો આ તહેવાર પોતાના મિત્રો, સ્નેહીજનો અને પરિવાર સાથે ઉજવવામાં મસ્ત કીર્તિદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "વોકલ ફોર લોકલ"નો સંદેશ આપતો પતંગ ચગાવ્યો હતો. તેઓએ આ તહેવારને નવી ઊર્જા અને ચેતનાનનું પર્વ ગણાવ્યું હતું.

કીર્તિદાન ગઢવીએ પક્ષીઓનું ધ્યાન રાખવા સંદેશ આપ્યો
આ ઉપરાંત ઉત્તરાયણ પર્વ નિમિત્તે કીર્તિદાન ગઢવી દર્શકો અને ચાહકોને પાઠવી શુભકામનાઓ પાઠવી તેમજ તલ ચીકી, લાડુ અને ઉંધીયુ ખાઈ મોજથી ઉત્તરાયણ ઉજવવાની વાત કહી હતી. જ્યારે તેઓએ કોવિડ ગાઈડલાઈન નું પાલન કરવા તેમજ આ પવિત્ર પર્વએ આકાશમાં ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખવા તેમજ પુણ્ય દાન કરવા પણ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...