આણંદ જિલ્લાના સોજિત્રા ખાતેની તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ-2005 હેઠળ કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનું માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર યોજાયો હતો.
આ સેમિનાર દરમિયાન તાલુકા વિકાસ અધિકારી નંદા, દહેજ પ્રતિબંધ સહ રક્ષણ અધિકારી ડૉ. મનિષાબેન મુલતાની, લીગલ એડવોકેટ સી. એમ. પરમાર, એડવોકેટ ભરતભાઈ દવે દ્વાર ઘરેલું હિંસા એટલે શું? ઘરેલું હિંસાના કાયદા હેઠળ કોણ કોણ મદદ લઇ શકે? કાયદા હેઠળ પીડિત મહિલાને મળતી રાહતો જેવા વિષયોને આવરી લઇને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી એવી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઘરેલું હિંસા અધિનિયમ-2005 હેઠળ યોજાયેલ સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદાકીય જાણકારી આપતી કિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત સેમિનારમાં નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર તેમજ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને જરૂરી કાયદાકીય જાણકારી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.