ચોરી:ખંભાતના ફિણાવ પ્રાથમિક શાળામાંથી એલઇડી અને વાસણો ચોરાયાં, આચાર્યએ ફરિયાદ નોંધાવી

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ જિલ્લામાં બંધ મકાનો અને શાળાઓમાં થતી ચોરી ચોરીના બનાવો અટકતા જ નથી.સમયાંતરે આ બનાવો માથું ઉચકતા રહે છે અને પોલીસ પેટ્રોલિંગની કામગીરીને પડકારતા રહે છે. ખંભાત તાલુકાના ફિણાવ ગામની પ્રાથમિક શાળામાં બે દિવસ પહેલા મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો એલઇડી અને વાસણો ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આચાર્યએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના ફિણાવ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યાં હતાં. 30મી સપ્ટેમ્બરની મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સવાર સુધીમાં આચાર્યના રૂમનું તાળુ તોડી તેમાંથી એલઇડી કિંમત રૂ.5 હજાર નહતું. આ ઉપરાંત તપાસ કરતાં મધ્યાહન ભોજન યોજનાના રૂમમાંથી તાળુ તોડી અંદરથી બે તપેલા અને તાસ મળી કુલ રૂ.7400ની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં.

આ અંગે વહેલી સવારે ફરજ પર આવેલા સ્ટાફને જાણ થઇ હતી. આ અંગે સુનીલકુમાર ગોસાઇની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...