તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ‘પત્યાયનના માધ્યમોનું કાર્યાત્મક વિશ્લેષણ’ વિષય પર અતિથિ વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉ. ઇલાબેન મેકવાને વિષયના સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ સમાજ પર અને ખાસ કરીને યુવાઓ પર પ્રત્યાયનના માધ્યમોમાં પ્રદર્શિત કરવામાં આવતા કાર્યક્રમો જેવા કે, ચલચિત્રો, સિરિયલો, વિવિધ પ્રકારની જાહેરાતોની હકારાત્મક-નકારાત્મક અસરો વિષે સમજ આપી હતી. તેઓએ ઇન્ટરનેટ, પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિકો તેમજ વિવિધ પ્રકારની પુસ્તિકાઓ અને પોસ્ટરો જેવા પ્રત્યાયનના માધ્યમોની સમજ આપી વિદ્યાર્થીઓને તેઓના જ્ઞાનથી જ્ઞાનાન્વિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો