તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • LCB Police Nab Three Accused For Stealing Electrical Goods From Anand's Tarapur, Rs. Mudamal Seized More Than Three Lakh

તાર ચોર:આણંદના તારાપુરમાંથી વીજ સામાનની ચોરી કરનારા ત્રણ આરોપીઓ એલસીબી પોલીસના હાથે ઝડપયા, રૂ. ત્રણ લાખથી વધુનો મુદામાલ કબ્જે

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉ-તે વાવાઝોડા દરમિયાન ધરાશાઈ થયેલા વીજ પોલના તારની ચોરી કરતાં ચોર ઝડપાયા

રાજ્ય પર આફત બનીને ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડા દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના વીજ પોલ ધરાશાઈ થતા વીજ તાર પડ્યા હતા. જે ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ થઈ હતી. જે વીજ સામાનની ચોરી કરનાર ત્રણ આરોપીઓને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રુપિયા ત્રણ લાખથી વધુનો ચોરીનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તાઉ-તે વાવાઝોડા દરમિયાન તારાપુર પંથકમાં અનેક જગાએ વીજ પોલ અને વીજ તાર ધરાશયી થયા હતા. જેની ચોરી થતા આ બનાવ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એલસીબીના પીએસઆઈ પી.એ. જાદવ અને સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રફીકભાઈ, હેકો અખ્તરહુસેન, એએસઆઈ સંજયકુમાર, પોકો બહાદુરભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેકો રફીકભાઈ અને હેકો અખ્તરહુસેનને બાતમી મળી હતી કે વાવાઝોડા દરમિયાન તુટી પડેલા એમજીવીસીએલના ચોરી થયેલા વીજ તારનો મુદામાલ ઈકો કારમાં ભરી ત્રણ શખ્સો ઈન્દ્રણજ તરફ વેચાણ કરવા જઈ રહ્યા છે.

બાતમીના આધારે એલસીબી પોલીસે તારાપુર વટામણ હાઈવે પર ફતેપુરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ખાખસર રોહિણી તરફથી બાતમી મુજબની ઈકો કાર આવતા પોલીસે કારને કોર્ડન કરી ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટીકના કોથળાઓમાંથી એલ્યુમીનીયમના વીજ તારના ટુકડા કરી ગુંચળા વાળી ભરેલો જથ્થો તેમજ લોખંડના આંટાવાળા 18 ઝેક મળી આવ્યા હતા.

આ અંગે પોલીસે ઈકો કારમાં સવાર જગદીશ ચંદુભાઈ મકવાણા, વિક્રમ રાજુભાઈ ડાભી, સંજય સુનીલભાઈ ધોબી તમામ (રહે. રોહીણી ધોબી ફળિયું)ની પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે તેઓની અટકાયત કરી વધુ પુછપરછ કરતા તેઓએ તારાપુર પંથકમાં વાવાઝોડા દરમિયાન ધરાશાઈ થયેલા વિજ તારની જુદી જુદી ત્રણ જગ્યાએથી ચોરી કરી હોવાની તેમજ દહેડા ગુડેલ રોડ ઉપર ગરનાળા નીચે મુકેલ લોખંડના ઝેકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પોલીસે તપાસ કરતા વીજ તારની ચોરીનો ગુનો તારાપુર પોલીસ મથકે અને લોખંડના ઝેકનો ગુનો ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે 135 કિલો વીજ તાર, 18 નંગ ઝેક અને ઈકો કાર મળી રૂ. ત્રણ લાખ 13 હજાર 170નો મુદામાલ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...