લોન્ચિંગ:આણંદમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક એપ્લીકેશન લોન્ચ કરાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની એપ્લિકેશનનું લોન્ચિંગ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું

આણંદ શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીતની સાથે સંસ્કાર સિંચનની વાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક કરી શકે તેવા ઉદ્દેશથી એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવી છે. આણંદ સ્થિત સેવાકીય સંસ્થા રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા જન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે લોકમદદ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યની 75 જેટલી કોલેજ તથા સામાજિક સંસ્થાઓમાં ભવ્ય લોક ડાયરો તથા રાષ્ટ્રભક્તિની વાતો પીરસવામાં આવશે. આ શ્રેણીમાંના પ્રથમ લોકડાયરાનો પ્રારંભ આત્મીય વિદ્યાધામથી કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પરીક્ષાઓ જેવી કે આઈએલટીએસ, જીપીએસસી, યુપીએસસી, નીટ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક કરી શકે તેવા ઉદ્દેશથી એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અંગે રૂટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક તનુજ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમે વિવિધ 75 જગ્યાઓ પર આવા લોકડાયરા તથા રાષ્ટ્ર ભક્તિની વાતો કરી યુવાનોમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર સિંચન અને ભારતીય શૌર્ય ગાથાઓથી પરિચિત કરવાનો આ એક પ્રથમ પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે આત્મીય વિદ્યાધામના ગુરૂપ્રસાદ સ્વામી, ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તથા મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, રૂટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક તનુજભાઈ પટેલ, લોકડાયરામાં સંગીતની સાથે સંસ્કાર તથા સિંચનની વાતો કરવાના સાહિત્યકાર ડો. નિર્મલદાન ગઢવી તથા ગણમાન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમે એજ્યુકેશન ક્ષેત્રે પણ જરૂરી બદલાવ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે અમે એક એપ્લીકેશન લોન્ચ કરી છે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...