તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો માર્ગ:અમૂલ દ્વારા માઈક્રો ATM પેમેન્ટ સેન્ટરનો પ્રારંભ

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ આધારિત ચુકવણી કરાશે

રાજકોટ દૂધ સંઘની આનંદપરા ગ્રામ દૂધ સહકારી મંડળીએ દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે સૌૈ પ્રથમવાર અમૂલનું માઈક્રો એટીએમ પેમેન્ટ સેન્ટર સ્થાપીને ડિજિટાઈઝેશનનો નવો માર્ગ અપનાવ્યો છે.

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામલીયાએ આનંદપરા ગામના ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતોની ગ્રામ મંડળીના સભ્યો માટે આધાર કાર્ડ આધારિત અમૂલ માઈક્રો એટીએમ સુવિધાનુ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. નાણાં ઉપાડવા ક્રેડીટ કે ડેબીટ કાર્ડની જરૂર પડતી નથી. GCMMF અમૂલના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ નાના, જમીન વિહોણા ખેડૂતોને વિશ્વાસ આપશે. અમૂલના એમડી ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ હેઠળ રાજકોટ, સુરત, ભરૂચ, અને સુરેન્દ્રનગર જીલ્લાની દૂધ સહકારી મંડળીઓને આવરી લઈને સભાસદો દ્વારા સામનો કરવો પડતો હોય તેવી તકલીફો અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...