ઇ-લર્નિંગ પ્રોગ્રામ:આણંદ શહેરમાં ઇ-લર્નિંગ હોમિયોપેથિક પ્રોગ્રામ લોન્ચ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સહયોગીઓનું RSSના અગ્રણીઓ દ્વારા અભિવાદન

કોરોના મહામારી દરમ્યાન મેડીકલ અને ડીજીટલ ઇન્ડસ્ટ્રીઝે સફળતા મેળવી હતી. જેમાં વડાપ્રધાન મોદીના લોકલ ફોર વોકલ, ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ દૃષ્ટિકોણ અંતર્ગત ઇ-લર્નિંગ પ્રોગ્રામ એ મેડીકલ અને ડીજીટલનો શ્રેષ્ઠ સમન્વય બન્યો છે. જે અંતર્ગત આણંદના હોમિયોપેથ ડો.કૃતિક શાહ દ્વારા બનાવાયેલ એડવાન્સ ટેકનોલોજીયુકત ઇ-લર્નિંગ પ્રોગ્રામનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું.

આ પ્રસંગે મહેમાનપદે ઉપસ્થિત આણંદના સાંસદ મિતેષ પટેલે હોમિયોપેથિક વિજ્ઞાનનો ઇ-લર્નિગ પ્રોગ્રામ તૈયાર કરવા બદલ ડો.કૃતિક શાહને અભિનંદન પાઠવ્યા હતા. રાજયમંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપુરા, ટેલિકોમ્યુનિકેશન મીનીસ્ટ્રીના રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-લર્નિંગ પ્રોગ્રામને સફળ બનાવવા ડો.કૃતિક શાહની ટીમ સાથે સાંસદ મિતેષભાઇ પટેલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યની સફળતા બદલ સહયોગી સૌનું રાષ્ટ્રીય સેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્વિક ઉપપ્રમુખ સુનિલભાઇ મહેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ વિભાગના જનરલ સેક્રેટરી હસમુખભાઇ પટેલે સન્માન કર્યુ હતું. ડો.શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ અનુસાર ડીજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ મુજબ ઇ-લર્નિંગ પ્રોગ્રામ દ્વારા દર વર્ષ એક હજારથી વધુ વિદ્યાર્થીઓને ફ્રી એજયુકેશન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...