ડીજેનો સામાન ડીટેઈન:આણંદ પાસેના જીટોડિયા કોર્ટ સંકુલ પાસે પરમિશન વિના DJ વગાડતા શખસની અટક

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ડિસ્ટ્રીક્ટ પ્રિન્સીપાલ જજે આ મામલે ફરિયાદ કરી હતી

આણંદ પાસેના જીટોડિયા કોર્ટ સંકુલ પાસે પરમીશન વિના ડીજે વગાડતા શખસની આણંદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તેનો ડીજેનો સામાન ડીટેઈન કર્યો છે. નોંધનીય છે કે, કોર્ટ સંકુલ સાઈલન્ટ ઝોનમાં હોવા છતાં આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાંક લોકો દિવસ દરમિયાન અને મોડી રાત્રિના ડીજે વગાડતા હોય છે.

આ મામલે છેલ્લાં દોઢ બે વર્ષથી ડિસ્ટ્રીક્ટ પ્રિન્સીપાલ જજે લેખિતમાં તંત્રમાં ફરિયાદ કરતાં આખરે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જીટોડિયા કોર્ટની નજીક બોરસદના બદલપુર સ્થિત સુરજબા સોસાયટી ખાતે રહેતા 48 વર્ષીય જિતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પરમાર જોર-જોરથી ડીજે વગાડતા હતા.

આ મામલે પોલીસને ફરિયાદ મળતાં પોલીસ દ્વારા તુરંત જ તપાસ કરાઈ હતી. જેમાં તેની પાસેથી ડીજે મ્યૂઝિક સિસ્ટમ જાહેરમાં વગાડવાની પરમિશન મેળવેલી છે કે કેમ તેની પૂછપરછ કરાઈ હતી. જોકે, તેની પાસેથી મંજૂરી ન મળતાં પોલીસે તેની અટકાયત કરી હતી. વધુમાં ડીજે મ્યૂઝિક, લેપટોપ, જનરેટર, એમ્પ્લીફાયર સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...