• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Landowners Of Samarkha In Anand Flashed Agitation Against Bullet Train Project, Presented To Collector And Demanded Compensation.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ચીમકી:આણંદના સામરખાના જમીન માલિકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આંદોલનની ચમકી ઉચ્ચારી, કલેકટરને રજૂઆત કરી વળતરની માગ કરી

આણંદ7 મહિનો પહેલા
  • સરકારી અધિકારીઓ ઉડાઉ જવાબો આપતા હોવાથી આંદોલનની ચીમકી

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેકટ અંતર્ગત આણંદ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ છે અને પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેકટ હેઠળ સંપાદન થયેલી જમીનોનું પૂરું વળતર આપી દેવાયું હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવતો હતો. જોકે, આ સમારખા ગામના જમીનપ્લોટ માલિકોને વળતર મળ્યું ન હોઈ તેમજ સરકારી અધિકારીઓ ખોખલા અને ઉડાઉ જવાબો આપતા હોઈ અસરગ્રસ્ત જમીનપ્લોટ માલિકોએ કલેકટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં વાસદથી બોરીયાવી સુધી 18 કિ.મી. બુલેટ ટ્રેનના ટ્રેકનું કામ પુરજોશમાં ચાલુ છે. આણંદ જિલ્લાના 11 ગામોમાં સંપાદિત જમીનના માલિકોને 222 કરોડનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે જાહેર કર્યું હતું.જોકે સામરખા ગામના આયેશા પાર્કના જમીન માલિકોએ હજુ સુધી વળતર મળતા સરકારી તંત્ર અને બુલેટ ટ્રેન પ્રોજેકટ અધિકારીઓના તેમની સાથે ન્યાયીક વર્તન ન કરતા આખરે આ પીડિતોએ આંદોલન ઉભું કર્યું છે. સામરખા તા.જિ.રે.સ.નં.737–738 અ બીનખેતી જમીન આયેશા પાર્ક માંથી પસાર થતી મુબઈ-અમદાવાદ સ્પીડ રેલ્વે પ્રોજેકટ (બુલટ ટ્રેન) માટે સંપાદિત જમીનના વળતર મેળવવા આવેદનપત્ર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

આ અંગે કલેકટરને આપેલ આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ સામરખા, તા.જિ. રે.સ.નં.737–738 અ(આયશા પાર્ક) બીનખેતી જમીન સરકાર ધ્વારા બુલેટ ટ્રેન રેલ્વે પ્રોજેકટ માટે સંપાદીત જ કરવામાં આવેલ છે. પરંતુ સદર જમીનના વળતર રૂપે પ્લોટ માલિકોને કોઈપણ વળતર આજદીન સુધી ચુકવવામાં આવેલ નથી.આ ઉપરાંત કોઈપણ જાતની લેખિત નોટીસ આપી જાણ પણ કરેલ નથી.

મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષ ઉપરાંતથી બુલટ ટ્રેન રેલ્વે પ્રોજેકટ ઓફીસમાં રજુઆતો કરવા છતાં અરજદારોને કોઈ જ સાંભળતું નથી તેમજ તેઓ અરજદારોને ડી.એલ.આર ઓફીસમાં જવા સૂચિત કરે છે જ્યારે ડી.એલ.આર ઓફીસ બુલટ ટ્રેન રેલ્વે પ્રોજેકટ ઓફીસના અધિકારીઓ જોડે જવા જણાવી બન્ને કચેરી એકબીજાને ખો આપી અરજદારોને ધકકા ખવડાવ્યા કરે છે. આ અંગે અરજદારો દ્વારા સાધનિક પુરાવા સાથે કલેકટરને આંદોલનાત્મક ઢબે આવેદનપત્ર આપતા તંત્ર દોડતું થયું હતું.

મહત્વનું છે કે, અહીં સંપાદીત કરેલા જમીનમાંથી બાંધકામ કરેલ ચાર વ્યકિતઓને મકાન બાંધકામનું વળતર ચુકવવામાં આવે છે જ્યારે અન્ય તમામને બુલેટ ટ્રેન વિભાગ દ્વારા જમીનનું વળતર ચુકવેલ નથી.જે અન્યાય કરતી કાર્યવાહીને લઈ રોષિત પ્લોટ માલિકોએ જમીના વળતરની પુરેપુરી રકમ હાલના સમયે માં જે બજાર કિંમતે થતી વળતરની રકમ વહેલામાં વહેલી તકે ચુકવવા માંગણી કરી હતી.આ ઉપરાંત આ વળતરની માંગણી 10 દિવસમાં ચુકવવમાં નહીં આવે તો પ્રોજેક્ટ કાર્યસ્થળે ઉપવાસ આંદોલન કરવાની ચમકી પણ અરજદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...