તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.3:આણંદના સલાટીયા વિસ્તારોમાં પાકા રસ્તા સહિત ગટરનો અભાવ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નં 3માં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન કામગીરી મંદગતિએ થઈ રહી હોવાથી રહીશોને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. - Divya Bhaskar
વોર્ડ નં 3માં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન કામગીરી મંદગતિએ થઈ રહી હોવાથી રહીશોને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે.
 • આણંદ નગરપાલિકાના વોર્ડ નં-3ને પાલિકાતંત્રનો ભેદભાવ

આણંદ નગરપાલિકાની ચૂંટણી આવતાં જ કાઉન્સિલરો પોતાના વિસ્તારના લોકો યાદ આવે છે. 5 વર્ષમાં સામુ જોતા ન હતા તે કાઉન્સિલરો અને ટિકીટ વાંચ્છુંકોએ અત્યારે ઘેર ઘેર કોઇ તકલીફ છે તેવું પુછવા માટે નીકળી પડે છે. ત્યારે આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-3ની વાત કરી તો અહીં 15 હજાર વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. તેમ છતાં ગટર,રસ્તા સહિતની પાયાની સુવિધાનો અભાવ જોવા મળે છે.

તેમજ ગંગદેવનગર વિસ્તાર,રોયલ પ્લાઝા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય બારેમાસ જોવા મળે છે.આ અંગે સ્થાનિકો રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું. જો કે કોંગ્રેસના કાઉન્સિલરો હોવાથી પાલિકા દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવે છે. જયારે 4 કોંગ્રેસી કાઉન્સિલરો પોતાના વિસ્તારના કામ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિરાકણ આવતું નથી.

વોર્ડ નં-3ની મુખ્ય સમસ્યા પર એક નજર

 • ગંગદેવનગ,મોટી તથા નાની ખોડિયાર સહિતના વિસ્તારો સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી લોકો પરેશાન
 • જૂની પાણી ટાંકી, સલાટીયા વિસ્તારમાં પણ ગટર લાઇન જોડાણનો અભાવ.
 • સલાટીયા અને મોટી ખોડિયારમાં પાણીના કનેકશનનો અભાવ.
 • ડોર ટુ ડોર કચરો લેવાની કોઈ કામગીરી થતી નથી.
 • પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળી.
 • રસ્તા પર ગટર લાઇનના ખોદકામ બાદ નવેસર રોડ બનાવ્યા નથી.

સ્થાનિક રહિશો શું કહે છે?
આનંદ માટે સાધન નહી
વોર્ડ નં-3માં ગટર સહિતની સુવિધાનો અભાવ છે. તેમજ વેરો ભરતા હોવા છતાં બાગબગીચા સહિત આનંદ પ્રમોદના કોઇ સાધનો નથી.- ઇલ્યાસભાઇ આઝાદ, સ્થાિનક રહીશ આણંદ

પાણી ભરાઈ જતા મુશ્કેલી
આ વિસ્તારને ટીપી 9માં સામેલ કરાયો છે. ગંગદેવનગર વિસ્તારમાં ડ્રેનેજના અભાવે ચોમાસામાં પાણી ભરાઇ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.- રમેશભાઇ પ્રજાપતિ, નાની ખોડિયાર

માર્ગો પાકા બન્યા નથી
મોટી ખોડિયાર વિસ્તારમાં નાની મોટી 30થી વધુ સોસાયટી હોવા છતાં તેને જોડતા કાચા માર્ગો પર રોડ બનાવાયો નથી. તેમજ ગટરની સુવિધાનો અભાવ છે. - નરેશભાઇ પ્રજાપતિ, સ્થાનિક રહીશ

કચરો લેવાતો નથી
સલાટીયા, મોટી અને નાની ખોટીયાર વિસ્તારમાં કોન્ટ્રાકટરો દ્વારા દૈનિક કચરો લેવામાં આવતો નથી. જેથી ગંદકી ફેલાતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. - દલીબેન પ્રજાપતિ, સ્થાનિક રહિશ

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
વિકાસના કામોથી વંચિત
આ વિસ્તારમાં ગટર, પાણી અને રસ્તાની સુવિધા આજે પુરતા પ્રમાણ મળી નથી. જે બાબતે 5 વર્ષમાં 20થી વધુ વખત રજૂઆત કરવા છતાં પગલાં લેવાયા નથી. - શહિદાબેન વોરા, કાઉન્સિલર આણંદ

કામ બાબતે રજૂઆત
આ વિસ્તારમાં નાની મોટી 100 થી વધુ સોસાયટીઓ આવેલી છે. પરંતુ ગટર કે પાણીની સુવિધા મળી નથી. વિકાસના કામો મંજૂર થયા છે. પરંતુ હાથ ધરાતા નથી. - રોશન મેમણ, કાઉન્સિલર આણંદ

રસ્તાનું સમારકામ બાકી
પાણીની ટાંકી, ગટરની પાઇપ લાઇન કામ દરમિયાન રસ્તા ખોદી નાખ્યા હતા. તે કામ પૂર્ણ થયાબાદ માત્ર માટીકામ કર્યું છે. જે બાબતે પાલિકામાં રજૂઆત કરી છે. - અબ્દુલરઝાક વ્હોરા, કાઉન્સિલર

​​​​​​​સંપર્ક થઈ શક્યો નથી
આણંદ વોર્ડ નં -3 માં ભાલેજ રોડ પર રહેતા યાસીનભાઈ હાજી સબ્બીરભાઈ વહોરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ બહારગામ હોવાથી સંપર્ક થઈ શકયો ન હતો. જેના કારણે તેમની પાસેથી કોઈ માહીતી મેળવી શકાઈ નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો