તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.9:વિકાસના નામે બણગા ફુંકાયા છતાં વરસાદી પાણીના નિકાલનો અભાવ

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો સાફ સફાઈના અભાવે દરરોજ પાણીની રેલમછેલ થઈ જતી હોય છે. - Divya Bhaskar
આણંદ લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો સાફ સફાઈના અભાવે દરરોજ પાણીની રેલમછેલ થઈ જતી હોય છે.
 • આણંદ નગરપાલિકા દ્વારા નિયમિત સાફસફાઇ કરવામાં આવતી નથી

આણંદ નગરપાલિકાની ચૂંટણી આવતાં જ કાઉન્સિલરોને પોતાના વિસ્તારના લોકો યાદ આવે છે. આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-09 ની વાત કરીએ તો અહીં20 હજારથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. એક તરફ આણંદ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ હોવા છતાં છેલ્લા 5 વર્ષથી લોટીયાભાગોળ મહાકાળી મંદિર પાસે વરસાદી પાણી ભરાઇ જતા હોય છે. રસ્તા પર ગટરો પાણી વારંવાર ઉભરાતા હોવા છતાં પાલિકા દ્વારા નિયમિત સાફસફાઇ કરવામાં આવતી નથી.લોટીયાભાગોળ થી કપાસિયા બજાર જવાના રસ્તા પર ગંદકી સહિત બિસ્માર રસ્તાઓના પગલે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાનું જણાવ્યું હતું.

મતદારો કેટલા ?
પુરૂષ 7242
મહિલા 7035
અન્ય 0000
કુલ 14277

વોર્ડની સ્થિતિ
2 સામાન્ય સ્ત્રી અનામત બેઠક
1 પછાતવર્ગની સામાન્ય બેઠક
1 સામાન્ય બેઠક

વોર્ડનં-9 નો વિસ્તાર
લોટીયા ભાગોળ, ટાવર બજાર, કપાસિયા બજાર, ઉંડી શેરી, માનીયાખાડ, સરદાર ગંજ અને શાસ્ત્રીબાગનો સમાવેશ થાય છે.

પાણીના નિકાલનો પ્રશ્ન
લોટીયાભાગોળ વિસ્તારમાં પાણી ભરાઇ જતાં હોય છે. જો આણંદ પાલિકાના સત્તાધિશોને રજૂઆત કરવા છતાં આજદિન સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઇ નથી. - મનુભાઇ ગોહેલ , સ્થાનિક રહીશ

ઉભરાતી ગટરોનો પ્રશ્ન
લોટીયાભાગોળ વિસ્તારમાં દરરોજ વહેલી સવારે ગટરો ઉભરાતાં રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. - જગદીશ એન. ગોહેલ, સ્થાનિક રહીશ

પીવાના પાણીનો પ્રશ્ન
લોટીયાભાગોળ વિસ્તારોમાં પીવાનું પાણી પુરતા ફોર્સથી આવતું નથી. તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે અમારા ઘરોમાં પાણી ઘુસી જતાં હાલાકી ભોગ બનવું પડે છે. - બંસીભાઇ ગોહેલ, સ્થાનિક રહીશ

સાફસફાઇનો અભાવ
આ વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આવે છે. ગટરલાઇન સાફસફાઇ પાલિકાના કર્મચારીઓ દ્વારા હાથ નહી ધરાતાં ગંદુપાણી રોડ પર ઉભરાતું હોય છે. - કિસનભાઇ ચાવડા, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો