મિશન ઈલેકશન:વિધાનસભાની ચૂંટણીમાં લડવા માટે કોંગ્રેસ પાસે સ્થાનિક મુદ્દાનો અભાવ, આણંદ કોંગ્રેસના માળખામાં ધરખમ ફેરફારના એંધાણ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને મધ્ય ગુજરાત ઝોનના પ્રભારીએ હોદેદારો, કાર્યકરો સાથે બેઠક યોજી

આણંદ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીને લઇ સળવળાટ દેખાયો છે. એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાત ઝોનના પ્રભારીએ બુધવારના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, હોદ્દેદારો, કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં કેટલીક બાબતો સપાટી પર આવી હતી. આ મુદ્દે આગામી દિવસોમાં કોંગ્રેસના માળખામાં ફેરફાર થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.

મધ્ય ગુજરાતના વરિષ્ઠ નેતાઓ વન ટુ વન બેઠક કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે કોંગ્રેસ પાયાથી જ કંઇક નવું કરવા જઇ રહી હોય તેવું અત્યારથી દેખાઈ રહ્યું છે. આણંદમાં બુધવારના રોજ એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુએ બેઠક યોજી હતી. જેમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, કાંતિભાઈ સોઢા પરમાર, નટવરસિંહ મહિડા સહિત દિગ્ગજ નેતા હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં વન ટુ વન સાંભળવા ઉપરાંત અનેક બાબતે તેઓએ ચર્ચા કરી હતી. જેમાં નેતાગીરીને લઇ પણ કેટલાક પ્રશ્નો હતાં. આ ઉપરાંત વિધાનસભા પ્રમાણે તૈયારીની સમીક્ષા, રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ બેઠક બાદ આગામી દિવસોમાં વધુ કેટલીક બેઠકોનો દોર શરૂ થશે. જોકે, હાલ આજની બેઠકના રિપોર્ટ પર ગમે ત્યારે માળખામાં ફેરફાર થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.

પ્રજાની નારાજગીને વોટ બેન્કમાં ફેરવવા કવાયત હાથ ધરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે સ્થાનિક મુદ્દાનો અભાવ છે. આમ છતાં રાષ્ટ્રીય મુદ્દા મોંઘવારી, બેરોજગારીને લઇ લોકોમાં રહેલી નારાજગીને મતમાં ફેરવવા કવાયત હાથ ધરવામાં આવશે. ગત ચૂંટણી વખતે પાટીદાર આંદોલન સહિતના ફેક્ટરના પગલે કોંગ્રેસને જીતની આશા દેખાઇ હતી. પરંતુ તેને મતમાં તબદીલ કરી શકી નહતી.

લોકોમાં નારાજગી દેખાય છે – અમિત ચાવડા
આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારી, મંદી અને બેરોજગારીનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે. લોકોના નારાજગી છે. ગુજરાતની પ્રજા પણ તેમાં બાકાત નથી. આ નારાજગીથી પ્રજા સરકાર વિરૂદ્ધ મતદાન કરે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...