સ્ટોકનો અભાવ:આણંદ પાલિકાના આરોગ્ય વિભાગ પાસે દવા સ્ટોકનો અભાવ:10 દિ’થી છંટકાવ બંધ

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાંથી દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આવતો નથી તેથી પાલિકા મૂંઝવણ અનુભવે છે

આણંદ શહેરમાં મચ્છરોનો ઉપદ્વવ સતત વધી જતાં વાયરલ બિમારીઓ માથું ચુક્યું છે. ત્યારે મચ્છરજન્ય બિમારીઓ અટકાવવાને બદલે આણંદ પાલિકાના આરોગ્ય વિભાગે પાયરોથ્રુમ દવાનો સ્ટોક નહીં હોવાનું બહાનું બતાવીને છેલ્લા 10 દિવસથી શહેરમાં બોકસીંગ મશીનથી દવા છંટકાવ કામગીરી બંધ કરી દીધી છે. જો કે ગાંધીનગરથી દવાનો સ્ટોક આવવાથી શહેરના તમામ વિસ્તારમાં બોકસીંગ મશીન દવા છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવશે.તેમ પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરી મલેરિયા યોજના હેઠળ વોરડના 1 થી 13 માં ડીડીટી પાવર સહિત બોકસીંગ મશીનથી મચ્છર નાબુદીના હેતુથી દવા છંટકાવ સહિ તની કામગીરી હાથ ધરવામાં આવે છે. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં સર્વે સહિ તની કામગીરી તેમજ પોરાનાશક દવાઓનો છંટકાવ, કલોરિયનની ટેબલ વિતરણ કરવાની કામગીરી કરવાની હોય છે.

પરંતુ સ્ટાફનો અભાવ અને જરૂરી દવાઓ પુરાત પ્રમાણ સ્ટોક આપવામાં આવતો નથી. મચ્છર બિમારીઓ માથું ચકાયું હોવા છતાં આણંદ પાલિકાએ પાયરોથ્રુમ દવાનો સ્ટોક નહીં હોવાનું બહાનું બતાવીને કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના લીધે બોરસદ ચોકડી, જીટોડિયા રોડ, કલેકટર નિવાસસ્થાન પાસેના વિસ્તાર, એનડીડીબી, રમા કેમ્પસ પાસેના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

આણંદ પાલિકાના આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સપેક્ટર સહિત 16 જગ્યાઓ ખાલી
આણંદ પાલિકાને આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી, 16 ફિલ્ડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી રાજય સરકારને રજૂઆત કરવમાં છતાં પરિણામ શૂન્ય આવે છે. હાલમાં સેન્ટરની ઇનસ્પેક્ટરને બે ચાર્જ સંભાળી શહેરની કામગીરી સોંપવામાં આવી છે. જેથી શહેરના તમામ વિસ્તારમાં બિમારીઓ નિવારણ અંગેની કોઇ જ કામગીરી થઇ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...