તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આણંદના બસ સ્ટેશનમાં પાયાની સુવિધાનો અભાવ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના નવા-જુના બસ સ્ટેશનમાં જરૂરી પાયાની સુવિધાનો એભાવ રહ્યો છે.જેના કારણે મુસાફરો અને સિનિયર સીટીઝનોએ વાહન વ્યવહાર નિગમના મેનેંજીગ ડીરેકટરને લેખિત રજૂઆત કરી છે. આણંદ બસ સ્ટેશનમાં અંદર અને બહારના ભાગે કોરોના મહામારી વચ્ચે સફાઇ નિયમિત કરવામાં આવતી નથી. કચરાના ઠગ ઠેર ઠેર ખટકાઇ ગયા છે.તેમજ શૌચાલયની સફા-સફાઇ થતી ન હોવાથી ભારે દુર્ગંધ મારે છે. તેમજ પીવાના પાણીની પરબ પર નળ તુટેલા છે.તેમજ ગટરની ઢંાકણા તુટેલા છે. તેમજ બસ સ્ટેશનમાં એસ.ટી બસોના રૂટ દર્શાવતુ સમયપત્રક પણ વર્ષોજૂનું છે. નવા બસ સ્ટેશનમાં કોઇ જ વ્યવસ્થા નથી.જયારે વિદ્યાનગર ખાતે બનાવેલા નવા બસ સ્ટેશનમાં પણ પાયાની સુવિધાનો અભાવ જોવા મળે છે. જે બાબતે સિનિયર સિટીઝનો દ્વારા ગુજરાત રાજય એસ ટી નિગમના મેનેંજીગ ડિરેકટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક સુવિધા ઉભી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...