હાલાકી:ચરોતરની એસટી બસોમાં મુસાફરો માટે પ્રાથમિક સુવિધાનો અભાવ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસમાં ટીવી, ફરિયાદ બોક્સ, આરોગ્ય કીટ શોભાના ગાંઠિયા સમાન

એક સમયે એસ ટી બસો મુસાફરો માટે નિયત સ્થળે પહોંચવા મુખ્ય આધાર હતો.જોકે શટલિયા વાહનો અને દ્વિ ચક્રી વાહનો વધતાં બસો માં મુસાફરો ની સંખ્યા ઓછી થઇ જવા પામી છે.મુસાફરો ને બસ તરફ પુનઃ આકર્ષવા નિગમ દ્વારા ઘણા ગતકડાં કરવા માં આવ્યા હતા તે છતાં વહિવટી કામગીરી કથળતા મુસાફરો ઓછા થતા એસ ટી સેવા આર્થિક આવક પણ ગુમાવી રહ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સમગ્ર જિલ્લા માં એક સમયે સલામત મુસાફરી માટે બસ સેવા મહ્ત્વ ની બની હતી.વારંવાર બસ અડધે રસ્તે ખોટકાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. અવાર નવાર બસ સેવા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ છાસવારે આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરવા ની ફરજ પડી રહી છે.

૧૫ દિવસ ના ભાડા માં ૩૦ દિવસ ની મુસાફરી,પર્યટન સ્થળો એ જવા માટે ખાસ રાહત ગ્રુપ બુકિંગ પર રાહત જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માં આવી હોવા છતાં હાલ એસ ટી સેવા ખોટ કરી રહી છે.બસ માં મનોરંજન માટે ટીવી સુવિધા ઉપલબ્ધ કરવા માં આવી હતી જે હાલ મોટાભાગે ની બસોમાં ફક્ત ખોખાં બની ગઈ છે.આ ઉપરાંત ફરિયાદ બોક્સ ની પણ સગવડ કરવા માં આવી છે જેનો જાગૃતતા ના અભાવે લોકો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે.

મુસાફરી દરમિયાન કોઈ ને ઊબકા ઊલટી થાય,માથું દુઃખે કે નાની ઇજા થાય તેવા સંજોગોમાં તાત્કાલિક રાહત મળે તે હેતુથી આરોગ્ય કીટ બોક્ષ મૂકવા માં આવે છે જોકે તેમાં એક પણ પ્રકારની ટેબ્લેટ,પાટાપિંડી નો સામાન કે અન્ય આરોગ્ય કીટ રાખવા માં આવતી નથી. એસ ટી તંત્રના સુત્રોના જણાવ્યાનુસાર લોકોને ખાસ જરૂરિયાત પડતી નથી.જવાબદાર વિભાગ પણ આળસ દાખવતાં મુસાફર લક્ષી યોજના ઓ,સુવિધા માત્ર દેખાવ પૂરતી મર્યાદિત રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...