સૂચના:કિસાન સન્માન નિધિમાં હજી 60 હજાર ખેડૂતોના કેવાયસી બાકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદના 2.32 લાખ ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યાં
  • લાભ ચાલુ રાખવા માટે ઈ-કેવાયસી કરાવી લેવા સૂચના અપાઈ

કેન્દ્ર સરકાર દ્વારા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો આર્થિક રીતે પગભર બને તે માટે પીએમ કિસાન સન્માન નિધિમાં સમાવેશ કરવામાં આવેલા ખેડૂતોને મળનારા 13માં હપ્તા પહેલા ઈ-કેવાયસી કરી લેવા આદેશ કર્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 32 હજાર ખેડૂતો દ્વારા ઈ-કેવાયસી કરી લેવામાં આવ્યું છે. કુલ 62 હજાર ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યુ નહીં હોવાથી રૂ. 2 હજારનો 13મો હપ્તો લાભથી વંચિત રહી જાય તેમ હોઈ તંત્રએ હરકતમાં આવી જઈને ખેડૂતોને ઈ-કેવાયસી કરાવી લેવા આદેશ કર્યો છે.

આણંદ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કુલ 2 લાભ 92 હજાર ખેડૂતો લાભ લઈ રહ્યા છે. આ લાભ લેતા તમામ ખેડૂતો આગામી દિવસોમાં રૂ. 2 હજારનો 13 મો હપ્તો આપવામાં આવનાર છે. ત્યારે દરેક ખેડૂતોને આ લાભ ચાલુ રાખવા માટે ઈ-કેવાયસી કરાવી લેવા સૂચના આપવામાં આવી છે અને 31મી જાન્યુઆરી અંતિમ તારીખ હતી તેમ છતાં આણંદ જિલ્લામાં 60 હજાર ખેડૂતોએ હજુ સુધી કેવાયસી કરાવ્યું નહી હોવાથી હાલમાં પણ આ કામગીરી ચાલુ છે. તેમજ ખેડૂતો જાતે સરકારની વેબસાઈટ પર જઈને અથવા તો ગ્રામ પંચાયતના વીસીઈ પાસે જઈને કેવાયસી કરાવી શકે છે.

બીજી તરફ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહેલા ખેડૂતોને ખેતીકામ માટે આર્થિક મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી પીએમ કિસાન સન્માન નિધિ નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને દર વર્ષે ખેડૂતોને તેમના ખાતામાં દર વર્ષે ત્રણ હપ્તામાં બે બે હજાર મળી એક વર્ષમાં કુલ 6 હજાર સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. તંત્ર દ્વારા ખેડૂતોને સંપર્ક કરી કેવાયસી કરવાની સૂચનાઅો આપવા છતાં કેટાલાક ખેડૂતો બાકી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...