કન્યા સહાય:આણંદ જિલ્લામાં બે વર્ષમાં કુંવરબાઇ મામેરુ યોજનાનો 2003 કન્યાઓને લાભ મળ્યો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા 2.30 કરોડની સહાય ચૂકવાઇ, ચાલુ વર્ષે 1 માસમાં 241 અરજી આવી

આણંદ જિલ્લામાં કુંવરબાઇ મામેરુ યોજના અંતર્ગત બે વર્ષમાં 2003 કન્યાઓને લાભ લીધો છે. સરકાર તરફથી2 .30 કરોડની સહાય ચુકવવામાં આવી છે.રાજય સરકાર દ્વારા 12 હજાર રૂપિયા કુંવરબાઇ મામેરુ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. જયારે ચાલુવર્ષે 1 માસમાં 241 અરજીઓ આવી હતી. જેમાં 28.06 લાખની સહાય ચુકવવામાં આવી છે.

કુંવરબાઇ મામેરુ યોજનાની તાલુકાવાર માહિતી

તાલુકો2020-21ચુકવાયેલ રકમ2021-22ચુકવાયેલ રકમ
આણંદ23113.121222.8
ઉમરેઠ585.810611.26
બોરસદ1901933636.42
આંકલાવ202202.16
પેટલાદ17517.520121.76
સોજીત્રા161.6313.42
ખંભાત21421.424526.72
તારાપુર161.6323.48
કુલ820821183128.02

રાજય સરકાર દ્વારા કન્યાના લગ્ન સમયે કુંવરબાઇ મામેરુ યોજના હેઠળ રૂા 12 હજારની સહાય આપવામાં આવે છે. જેમાં 2020-21માં કુંવરબાઇ મામેરૂ યોજનાના લાભ 820 કન્યાઓ મળ્યો હતો. જેમાં સરકાર દ્વારા 82 લાખની સહાય ચુકવામાં આવી હતી.જયારે 2021-22માં 1183 કન્યાઓને લાભ લેતાં સરકાર દ્વારા 128.02 લાખની સહાય ચુકવવામાં આવી છે.

ચાલુ વર્ષે 1 માસ દરમિયાન 241 અરજી આવી હતી તેઓને 28.06 લાખની સહાય ચુકવામાં આવી છે. આમ છેલ્લા એક વર્ષમાં 363 કન્યાઓ વધુ લાભ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લગ્નગ્રંથીથી જોડાનાર યુગલોને આર્થિક સહાય આપવામાં આવે છે. ચાલુ વર્ષે સહાય લાવામાં 21 ટકાનો વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...