આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતાં વિધાનસભાના મત વિસ્તારમાં ઉમેદવારી માટે ટીકીટ આપશે.તેને વિજય બનાવશે. જો ટીકીટ નહીં મળે તો ઉમેદવારને અપક્ષમાં ઉમેવદવારી નોંધાવીને વિજય બનાવી શું તેમ કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું.ત્યારે આગામી 31મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની એકતાની જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજભ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ આગામી 31મી બપોરે 3-00 કલાકે વલાસણ મેલડી માતાના મંદિર થી કરમસદ,વિદ્યાનગર ઇસ્કોન મંદિર, ટાઉનહોલ , લોટેશ્વર ભાગોળ થઇને ચિખોદરા શુભમ પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કરણી સેના રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે સરપંચ થી લઇને સાંસદ સુધી ક્ષત્રિય સમાજના ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.