તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વાસદ ગેટ પાસે STની ટક્કરે કિન્નરનું મોતઃ 1ને ગંભીર ઇજા

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નેશનલ હાઈવે આઠ ઉપર વાસદ ગેટ પાસે એસટી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર હાજર રહેલાં બે કિન્નર અને બે કારને અડફેટે લીધા હતા. જેમાં પરીખભુવન ખાતે રહેતા કિન્નરનું મોત નીપજ્યું હતું.

મૂળ રાજસ્થાનના અલવર ગામે રહેતો અને હાલમાં આણંદ પાસેના પરીખભુવન ખાતે રહેતો 25 વર્ષીય ચંદ્રશેખર વિશંભર સૈની છેલ્લા બે મહિનાથી આણંદ પરીખભુવનમાં રહેતો સોનમ માસી દીશાકુંવર ઉર્ફે વિધાનને ત્યાં રહે છે. તે સોનમ માસી સાથે વાસદ ટોલ નાકાએ ભીખ માંગવા જાય છે. તેઓ વાહન ચાલકો પાસે ભીખ માંગી રહ્યા હતા. દરમિયાન તેમની સાથે મોગરના શબનમમાસી પણ આવ્યા હતા અને તેઓ પણ તેમની સાથે ભીખ માંગતા હતા.

સવારે નવ વાગે સોનમમાસી તથા શબનમમાસી વાસદ ગામના ગેટની સામે વડોદરાથી અમદાવાદ હાઈવે પર પૈસા માંગી રહ્યા હતા. એ સમયે અચાનક એક એસટી બસ પુરપાટ ઝડપે આવી ચઢી હતી. અને તેણે બંનેને અડફેટે લીધા હતા. વધુમાં વડોદરા અને સુરત પાસીંગની બે કારને પણ અડફેટે લીધી હતી. પરંતુ કારમાં સવાર કોઈને ઈજા થઈ નહોતી. બસની ટકકરે સોનમમાસીનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો