તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ન નરમાં,ન નારીમાં છતાં બંનેના સમકક્ષ પડકારો પાર પાડે છે કિન્નર ગ્રામસેવક

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં ગ્રામ સેવક તરીકેની નોકરી મેળવી સમગ્ર કિન્નર સમાજમાં દાખલો બેસાડયો હતો. - Divya Bhaskar
પેટલાદમાં ગ્રામ સેવક તરીકેની નોકરી મેળવી સમગ્ર કિન્નર સમાજમાં દાખલો બેસાડયો હતો.
  • દિનેશ ઉર્ફે કિન્નર દિવ્યાકુવરે આગમી અોળખ ઉભી કરી જીવન ગુજારવાનો નિર્ણય લીધો
  • સમગ્ર રાજયમાં કોઇ કિન્નર નોકરી કરતો હોય તેવો પ્રથમ કિસ્સો

દેશમાં પુરૂષ અને સ્ત્રીઓનું સામ્રાજય દરેક ક્ષેત્રમાં છવાયેલું જોવા મળે છે. ત્યારે ત્રીજી જાતિના લોકોની ધરાર અવગણના થતી હોય છે.નર અને નારી બંને ન હોય તેવા ત્રીજી જાતિના ટ્રાન્સઝેડર દિનેશભાઇ જે બારોટ ઉર્ફે દિવ્યા કુંવરે અથાગ પરિશ્રમ થકી ગ્રામ સેવકની પરીક્ષા પાસ કરીને આગવી ઓળખ ઉભી કરી છે. જિલ્લામાં સૌ પ્રથમ વખત કિન્નર દ્વારા પેટલાદ તાલુકામાં ગ્રામ સેવક તરીકેની નોકરી મેળવી સમગ્ર કિન્નર સમાજમાં દાખલો બેસાડયો છે.રાજયમાં કોઇ કિન્નર સરકારી નોકરી કરતો હોય તેવો પ્રથમ કિસ્સો નોધાયો છે.

એગ્રોનોમી ખેતીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ દિનેશમાં શારિરીક બદલાવ આવવા લાગ્યો હતો.શોખ, રુચિ અને કાર્ય બદલાયા જે કાર્ય છોકરાઓ જ કરી શકે જેવા કાર્યની જગ્યાઅે સ્ત્રીલક્ષી કાર્યમાં રૂચિ વધુ જાગૃત થવા લાગી હતી. શારીરિક બદલાવ થતાં શરીરમાં કદ અને કાઠીનો સતત બદલાવ થતાં દિનેશની જિંદગી બદલાઈ ગઈ હતી. સુરત જિલ્લાના વરાચ્છા સ્થિત નારણભાઇ દેસાઈ ગાંધી વિદ્યાપીઠ માંથી અભ્યાસ પૂર્ણ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને પાસ કરીને ગ્રામ સેવકની નોકરી મેળવી લીધી હતી. આમ દિનેશભાઇએ હિંમત હાર્યા સિવાય આણંદ, ખેડા, તારાપુર, કપડવંજ વગેરે સ્થળોઅે વોટર શેડ વિભાગમાં ફરજ બજાવી હતી.

પેટલાદ શહેર ખાતે કિન્નર સમાજના ધર્મ ગુરુ ભગવતી કુંવરની દિક્ષા લઈ તેઓના માર્ગદર્શનમાં નવા નામ તરીકે કિન્નર દિવ્યા કુંવર નામ ધારણ કર્યું હતું. અને શરીરમાં સર્જરી કરાવી કિન્નર તરીકે પોતાના ઓળખના નામ પુરાવા માં તમામ સુધારા વધારા કરાવ્યા.સરકારી ગ્રામ સેવકની નોકરીમાં પોતાની ઓળખ કિન્નર તરીકે પ્રસ્થાપિત કરી હતી.

કિન્નર દિવ્યા કુંવરને પરીક્ષા પાસ કરીને મામલતદાર બનવાની ઇચ્છા
કિન્નર દિવ્યા કુંવરના મતે પેટલાદ કિન્નર સમાજનો મોટો સમૂહ છે. ત્યારે આ સમાજ માટે હું કાંઇક કરીશ અને કિન્નર માત્ર માંગીને નહિ પણ પગભર થઈ જીવી શકે એ સાબિત મેં પણ કરી બતાવ્યું છે.હું સ્પર્ધાત્મક પરીક્ષા આપી મામલતદાર બની કિન્નર સમાજના ઉત્થાન માટે કાંઈક કરી છૂટવા માગું છું. સુપ્રિમ કોર્ટ થર્ડ જેન્ડર તમામ હક્ક આપ્યા છતાં રાજયમાં સરકારી નોકરીઓ માટે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.સુપ્રિમ કોર્ટે થર્ડ જેન્ડરને તમામ હક્ક આપ્યા છે. તેમ છતાં ગુજરાત રાજયમાં તેનો અમલ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...