તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હત્યા:પેટલાદમાં અપશબ્દ બોલવાની ના પાડતાં યુવકની હત્યા કરી

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં દંપત્તિએ માર મારતા હોસ્પિટલમાં મોત

પેટલાદના દાવોલપુરામાં બે દિવસ પહેલાં અપશબ્દ બોલવાની ના પાડતાં દંપત્તિએ યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પેટલાદ શહેર પોલીસે પતિ-પત્ની વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.દાવોલપુરા સ્થિત ઈન્દિરાનગરીમાં રાવજીભાઈ ચુનારા રહે છે. તેઓ છૂટક મજૂરીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.

ગત 14મી ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગ્યે યુવકને તેના પડોશી વિક્રમ મોહન ચુનારા અને તેમની પત્ની સુશીલા વિક્રમ ચુનારા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં બંને જણે યુવકને અપશબ્દ કહ્યા હતા. જેને પગલે યુવકે દંપત્તિને અપશબ્દ બોલવાની ના પાડતાં તેમણે ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનો તુરંત જ તેને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં શનિવારે મોડી સાંજે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પેટલાદ શહેર પોલીસે બંને વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. હાલમાં પોલીસે તેમના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો