તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:અજરપુરામાં પ્રેમલગ્નની અદાવતમાં યુવાનને માર્યો, 13 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ તાલુકા અજરપુરા પ્રણામી મંદિર પાસે અમિતસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ઉ.વ. 35 પોતાના પરિવાર સાથે રહે છે અને દહેમી ગામની સ્કુલમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે તેર વર્ષ પહેલા વીનીતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનાથી તેમને દસ વર્ષની દિકરી દામીની અને ચાર વર્ષનો દિકરો દિગ્વિજય થયા હતા. પ્રેમલગ્નને કારણે પિયર પક્ષના લોકો નારાજ હતા અને અવાર નવાર ઝઘડા કરતા હતા.

ગત 18મી ના રોજ સાંજે સાત વાગે તેઓ ફળિયાના નાકા પાસે બાકડા ઉપર બેસવા ગયા હતા ત્યારે વીનીતાબેનના કૌટુંબિક કાકા પરેશભાઈ ભીખુસિંહ ચૌહાણ ત્યાં બેઠા હતા. તેમને થોડા ખસવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રેમલગ્નની અદાવત રાખી ગમે તેમ ગાળો બોલી હતી. એટલે અમિતસિંહ ઘરે ચાલ્યા ગયા હતા. પરેશભાઈ તેમનો ભત્રિજાે આકાશ ચૌહાણ, યુવરાજસિંહ ચૌહાણ અને ભયલું ત્યાં આવ્યા હતા. આ લોકો ગાળો બોલી કહેતા તું બહાર આવ તને ખબર પાડી દઈએ. આ દરમિયાન આકાશે લાકડીની ઝાપોટ અમિતસિંહને મારી દીધી હતી. એટલે વીનીતાબેન વચ્ચે છોડાવવા પડતા પરેશ અને યુવરાને અમિતને પકડીને ધક્કો માર્યો હતો. જેથી તેઓ લાઈટના થાંભલા સાથે ભટકાતા ડાબા કાને ઈજા થઈ હતી. આ દરમિયાન ભયલુ ધમકી આપી હતી. આ દરમિયાન અન્ય લોકો વચ્ચે પડી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો