તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખંભોળજની પરણિતાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યું, પાટણના હારીજમાં 15 દિવસ સુધી ઓરડીમાં ગોંધી રાખી

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખંભોળજની પરિણિતાેને ઈંટોના ભઠ્ઠામાં ગોંધી રાખી તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ખંભોળજની પરિણિતા ગત 4 ડિસે.ના રોજ ખેતરમાં ચારો લેવા માટે ગઈ હતી. ત્યારે નજીકમાં રહેતો હર્ષદ જગદીશ વાદી સફેદ રંગની કાર લઈને પોતાના બે મિત્રો સાથે આવી ચડયો હતો. અને પરણિતાનું મોઢું રૂમાલથી દબાવી કારમાં અપહરણ કરીને તેણીને હારીજ પાટણ ગામે આવેલા ઈટોના ભઠ્ઠાવાળી ઓરડીમાં લઈ ગયા હતા. જ્યાં હર્ષદ વાદીએ પરણિતા ઉપર સાત દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરમિયાન, તેણીએ પોતાને ઘરે મૂકી આવવા આજીજી કરતા હર્ષદ અને તેની દાદી લીલાબેન પરણિતાને લઈને ખંભોળજ પોલીસ મથકે લઈ આવ્યા હતા અને પરણિતાને પોલીસને સોંપી દીધી હતી. પોલીસે પરણિતાની પુછપરછ કરી ઘરે મોકલી આપી હતી. ઘરે ગયેલી પરણિતાએ પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. આખરે, પરિવારજનોની સમજાવટ બાદ તેણીએ હર્ષદ જગદીશ વાદી વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો