ફિટકાર:ગર્ભવતીનો ફોટો પાડવા બાબતે ઠપકો આપતાં પેટમાં લાતો મારી

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બનાવને લઈને બંને આરોપીઓ સામે ઉગ્ર રોષ
  • સુંદણની ઘટના અંગે વાસદ પોલીસે ગુનો નોંધ્યો

આણંદ પાસેના સુંદણ ગામે ખેતરમાં પશુ ચરાવી રહેલી ગર્ભવતી મહિલાના ખેતર પાડોશી શખ્સે ફોટા પાડ્યા હતા. જે બાબતે મહિલાએ ઠપકો આપતાં બે શખસોએ તેણીને માર માર્યો હતો. જેમાં ખાસ તો શખસોએ મહિલાના પેટમાં લાતો મારી હતી. જેને પગલે મહિલાની હાલત ગંભીર બની છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં આરોપીઓ સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.આણંદ તાલુકાના સુંદણ ગામે ભાવા વિસ્તારમાં 34 વર્ષીય પ્રવિણભાઈ રમણભાઈ સોલંકી રહે છે. તેમના પત્ની નયનાબેન સાત માસથી ગર્ભવતી છે.

સોમવારે તેઓ પોતાના ખેતરમાં પશુ ચરાવતા હતા. ત્યારે તેઓના ખેતર પાડોશી દર્શન લક્ષ્મણ રાજ નયનાબેનના ફોટા પાડી વિડિયો ઉતારતો હતો અને પશુને પથ્થર મારતો હતો. જેથી તેમને ફોટા ન પાડવાની અને પથ્થર ન મારવા બાબતે ઠપકો આપ્યો હતો. આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જેને લઈને દર્શને તેમના પેટમાં રહેલા બાળકના જીવને જોખમમાં મુકવાના ઇરાદે ધક્કો મારી નયનાબેનને નીચે પાડી દીધા હતા અને પેટમાં લાતો મારી હતી. તેમજ તેનું ઉપરાળું લઈને આવી ચઢેલા ભાઈલાલ પૂનમ સોલંકીએ પણ નયનાબેનને અપશબ્દ બોલ્યા હતા. આ મામલે વાસદ પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...