• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khodaldham President Naresh Patel Visited Karamsad, Based On Sardar Patel's Sentence, Said That If You Keep The House In Mind, The Automatic Care Will Be Of The Lion.

ખોડલધામ પાટોત્સવની તૈયારી:ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે કરમસદની મુલાકાત લીધી, સરદાર પટેલના વાક્યને આધારે કહ્યું, ઘરની વાત ધરમાં રાખશો તો ઓટોમેટિક કાળજું સિંહનું થઈ જશે

આણંદ5 મહિનો પહેલા
  • 21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામમાં ભવ્ય પાટોત્સવની ઉજવણીને લઈ નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે

ગુજરાતના લેઉવા પાટીદારના એકતા અને શ્રદ્ધા કેન્દ્ર ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આગામી 21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ખોડલધામ પાટોત્સવના માટે નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ કરમસદમાં સરદાર ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં ચરોતરના પાટીદારો જ્ઞાતિના 20 ગોળની સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણી પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને લઈ રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે.ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ છેલ્લા દોઢ માસ ઉપરાંતના સમયથી રાજ્યનો પ્રવાસ કરી પાટીદારો સંપર્ક કરી રહ્યા છે. ખોડલધામના પાંચમા પાટોત્સવની ઉજવણી કરવાની હોય તમામ પાટીદારોને ખોડલધામ આવવા આમંત્રિત કરી રહ્યા છે. આ યાત્રા ધાર્મિક, સામાજિક કરતા રાજકીય રીતે ખૂબ મૂલવાઈ રહી છે.

ચરોતરમાં કરમસદ સરદાર મેમોરિયલ ખાતે હોલમાં પાટીદાર આગેવાનોને સંબોધતા તેઓએ સરદાર પટેલના ઐતિહાસિક શબ્દ સંદેશ "ઘરની વાત ધર માં રાખજો અને કાળજું સિંહનું રાખજો " ને યાદ કરી પાટીદાર આગેવાનોને માર્મિક સંબોધન કર્યું હતું. જોકે, આ વાક્યએ હાલના પ્રવાહી રાજકારણમાં મોટી ચહલપહલનો ઈશારો આપ્યો છે. હાલ નરેશું પટેલ દરેક જિલ્લામાં પાટીદારોનો સંપર્ક આગામી વિધાનસભા ચૂંટણી પહેલાના રાજકીય સમીકરણ ગોઠવવાની રણનીતિ અખત્યાર કરી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ચરોતરના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા ખોડલધામ તરફથી નરેશ પટેલે પણ સમાજના પ્રતિષ્ઠિતોનું ખેસ ઓઢાડી સમ્માન કર્યું હતું.

આ તબક્કે કરમસદ સરદાર મોમોરીયલ ખાતે પાટીદાર આગેવાનોને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો તેમ આપણા સમાજે માતાજીના મંદિરને પાંચ વર્ષ થાય છે અને આ પાંચ વર્ષ પૂરા થાય ત્યારે આપ સૌ વર્ષ 21મી જાન્યુઆરી 2022ના ભવ્ય પાટોત્સવમા પધારો તેવી લાગણી આપણી વચ્ચે મૂકવા આવ્યો છું. મને ભરોસો છે કે અહીંયા તમામ પાટીદાર ભાઈઓ બેઠા છે તેઓએ ખોડલધામના દર્શન કર્યા જ હશે પરંતુ 21 મી જાન્યુઆરી 2017 ના પાંચ દિવસના કાર્યક્રમમાં આપ સૌ જે લોકો હાજર હશે તેમણે જોયું જ હશે કે ત્યાંના દ્રશ્યો શું હતા..! અને કયા ભાવ અને લાગણીથી આખો સમાજ એક થઈ અને માતા ની પધરામણી કરી હતી.

વધુમાં જણાવ્યું કે, આપણા આખા સમાજને આનંદ થાય અને ગૌરવ થાય છે કે એક સમાજ ભક્તિ દ્વારા એકતાની શક્તિ થી વિશ્વની ફલક પર છવાઈ ગયો હતો. આ ગૌરવની વાત છે આપણા સમાજની સાથે સાથે અનેક પ્રમાણપત્રો આપણે પ્રાપ્ત કરેલા અને એમાં એક અનેરૂ પ્રમાણપત્ર 21મી જાન્યુઆરી 2017 ના રોજ એક સાથે વધારે વધારે રાષ્ટ્રગાન ગાય ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. ,પણ હું જ્યાં વાત કરું છું ત્યાં એક વાત જરૂરથી મૂકુ છું કે પ્રમાણપત્રો આપણને મળતા રહે તે એક રિટર્ન ડોક્યુમેન્ટ છે. આવા ડોક્યુમેન્ટ આપણને પ્રાપ્ત થાય પણ સાચું પ્રમાણપત્ર કોને કહેવાય એ આ સમાજની સહજતા અને સાદાઈ છે ને જે આપણું સાચું પ્રમાણપત્ર છે.

નરેશ પેટેલ કહ્યુ કે, આ બાબતે હુ નાના એક બે દાખલા આપવા માંગું છું તારીખ 17 મી જાન્યુઆરી 2001 ના રોજ સૌરાષ્ટ્રમાં નક્કી કર્યા મુજબ દરેક જગ્યાએથી શોભાયાત્રા નીકળી હતી જે યાત્રા રાજકોટ થી શરૂ થઈ મુખ્ય મૂર્તિ મા ખોડલની અમારી સાથે સવારે ચાર વાગ્યે પ્રસ્થાન કર્યું હતું બપોરે 12 વાગ્યે 60 કિલોમીટરની યાત્રા પૂરી કરીને ખોડલધામ પહોંચ્યા હતા પહેલી ગાડી મારી હતી અને છેલ્લી રાજકોટની હતી આવડી મોટી શોભા યાત્રામાં આ કોઈ નાનો બનાવ નથી. લાખો મોટરસાયકલો સાથે લાખો હજારોની સંખ્યામાં ગાડીઓ સાથે એડમિનિસ્ટ્રેશન તમને આખો રોડ વન વે કરી આપે અને પ્રમાણપત્ર સાહેબ એને કહેવાય જેની અંદર એક માથાકૂટ ન થાય અને એક એકસીડન્ટ પણ ન થાય તેને પ્રમાણપત્ર કહેવાય અને આ ઓળખ લેઉઆ પટેલ સમાજની છે. આટલો સાદો આટલો સહજ સમાજ દર વખતે કહું છું ભોળોસમાજ અને ભલો સમાજ ભલે પણ ભોળપણ પણ બહુ સારું નહીં આ જમાના માં.!

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, એટલે ખોડલધામ ટ્રસ્ટ એ સંસ્થા નથી ખોડલધામ ટ્રસ્ટ એ વિચાર છે. આજે દેહ નષ્ટ થાય છે પરંતુ વિચાર નથી થતા ત્યારે આ વિચારને આપણે ખૂબ વધારે સંગઠિત કરીએ ખૂબ વધારે આગળ લાવીને આ સમાજની અંદર છે છેવાડેમાં છેવાડેના માનવને આપણે કેમ મદદરૂપ થાય તેની ચિંતા આપણે કરવાની છે. અમે સૌરાષ્ટ્ર છીએ અમને ખબર છે ત્યાંની પરિસ્થિતિ શું છે ત્યાં હજી ગરીબાઈ કેટલી છે. ત્યાં હજી કેટલા લોકોને શુ જરૂરિયાત છે.

તેઓએ ઉમેર્યું હતું કે 21 જાન્યુઆરી 2017 ના રોજ ખોડલધામે ઘણા બધા પ્રકલ્પો પણ કરેલા અને એમ પણ મને જણાવતા આનંદ થાય છે કે એમાં ખૂબ સફળતા મળી હતી આજે દરેક સમાજની અંદર જે તકલીફો છે એ આપણા સમાજમાં છે પહેલી કે ભાઈઓના પ્રોબ્લેમ, બે માણસોનો પ્રોબ્લમ ,અને ત્યારે આપણા સમાજને ઠેઠ કોર્ટ સુધી જવું પડતું હતું વકીલોની લાઈનમાં બેસો પડતું એના માટે ખોડલધામે સમાધાન પંચનું આયોજન કર્યું. આ સમાધાન પંચ સૌરાષ્ટ્રમાં, અમદાવાદમાં, અને સુરતમાં થઈને 17 જગ્યાએ કાર્યરત છે. મને એ જણાવતા આનંદ થાય કે આજ સુધીમાં આ સમાધાન પંચ દ્વારા બે હજારથી વધારે કેસનું નિવારણ કરેલું છે.

આ ઉપરાંત તેઓએ નવા પ્રકલ્પની સિધ્ધિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એવો જ એક પ્રકલ્પ આપણા દિકરા-દિકરીઓ વધારે વધારે સરકારી નોકરીઓમાં જાય તેવો હતો.જેમાં પણ ખુબ જ મોટા પાયે આપણે સફળતા પ્રાપ્ત કરી છે તેમાં બે હજારથી પણ વધારે દીકરા-દીકરીઓ ક્લાસ 3 થી લઇને જીપીએસસ સુધી આપણે ખોડલધામના માધ્યમથી ભરતી થઈ છે. ત્યારે આજે અહીંયા બેનો બેઠી છે મારે આપને કેવું છે પહેલું પોસ્ટિંગ જ્યારે થયું કે 2015માં થયો અને પોલીસમાં થયું એકસાથે 27 પીએસઆઇ અને 12 એએસઆઈ ની નિમણૂક ખોડલધામ દ્વારા થઈ હતી. 2015માં અને 11 બહેનો હતી તેમાંથી આજે સૌરાષ્ટ્રના દરેક તાલુકે એક પી.એસ.આઈ અને એક એ.એસ.આઈ હોય તો વિચાર કરો કેટલી બધી આપણા કેટલા પ્રશ્નો સરસ રીતે નિવારણ પામે.!

આ અંગે વધુ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આવા પ્રકલ્પો ની સાથે સાથે રાજકોટ નજીક તાજેતરમાં 20 કિલોમીટર દૂર અમરેલી ગામ છે અમરેલી જીલ્લો નહીં ત્યાં 50 એકર જેવી જગ્યા સરકાર પાસેથી હમણાં ખરીદી છે અને ત્યાં ફક્ત અને ફક્ત શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવાનું ખોડલધામ એ નક્કી કર્યું છે.ઘણા બધા કામ બાકી છે ઘણું બધું કામ કરવાનું છે. મને આજે જણાવીને આનંદ થાય છે કે ખોડલધામ એ ક્યારે પણ આરોગ્ય અને શિક્ષણમાં ભેદભાવ નથી રાખ્યો અને દરેક સમાજને આમંત્રણ અને એડમિશન આપ્યું છે આ મોટી વાત છે સંગઠિત થઈએ ,સાથે રહીએ , અને મોટા કામો કરીએ, સમાધાન પણ કરીએ છીએ. પણ આરોગ્ય અને શિક્ષણ દરેક સમાજ માટે ખુલ્લું કરીએ અને દરેક સમાજ સાથે રહી આપણે સાથે સમાજને લઇને ચાલીએ છીએ.

આજે આણંદની અંદર આ પવિત્ર અને કર્મ ભૂમિ ઉપર આપણે બધા એકત્રિત થયા છે ત્યારે ફરીથી આપ સૌ મોટી સંખ્યામાં 21 તારીખે હું તો સૌરાષ્ટ્રમાં એમ કહું છું તમને કેટલું લાગુ પડે એ ખબર નથી પણ ધંધા રોજગાર બંધ રાખીને આવું હોય ને તો પણ આવજો સૌરાષ્ટ્રમાં થશે અને આવું બનશે કે રાજકોટ સીટી દિવસે ખાલી હશે અને બધું ટ્રાફિક ત્યાં હશે. ખોડલધામ સૌરાષ્ટ્રમાં છે એનાથી વધારે તમારું છે કારણ કે અહીંથી જ અમે સૌરાષ્ટ્ર ગયા છીએ એટલે સહપરિવાર પધારો.

તેઓએ માર્મિક વાત કરતા જણાવ્યું હતું કે સરદાર સાહેબ ઘણું બધું કહી ગયા છે અહીંયા હું એમની વાત કરું તે યોગ્ય ન કહેવાય પણ આ કર્મભૂમિ જ તેમની છે. સરદાર પટેલની બે વાત છે જે બહુ જ ગમે છે સરદાર કથાઓ થાય છે સૌરાષ્ટ્રમાં થોડુંક મગજમાં ઉતારી લઈ એને તો ઘણું બધું કામ પૂરું થઈ જાય. " ઘરની વાત ઘરમાં રાખજો અને કાળજુ સિંહનું રાખજો.ફરીથી કહું છું.જો ઘર ની વાત ઘરમાં રાખશો તો ઓટોમેટીક કાળજું સિંહનું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...