તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખળભળાટ:એસપી યુનિવર્સિટી સિન્ડીકેટમાં ખેડા ભાજપ મહામંત્રી હાર્યા કે હરાવ્યા?

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 12 બેઠક માટે 14 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શનિવારે બપોરે યોજાયેલી સિન્ડીકેટમાં ખેડા જિલ્લા ભાજપના મહામંત્રી વિકાસ શાહની જ હાર થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, હાલમાં યુનિવર્સિટી સંકુલમાં ભાજપના રાજમાં જ ભાજપ મંત્રી કેવી રીતે હાર્યા અને હાર્યા કે પછી હરાવ્યા તે બાબતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે, સિન્ડીકેટની ચૂંટણીમાં 44 મતો તો સરકારી જ છે, અને આ સ્થિતિમાં ભાજપના મહામંત્રી હારે ત્યારે ભાજપ છાવણીમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં કુલ 12 બેઠક માટે 14 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં જનરલ કેટેગરીમાં દસ બેઠક પરથી 11 અને પ્રિન્સીપાલની બે બેઠક પર કુલ ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ યોજાવવાનો હતો. બપોરે એક વાગ્યાથી લઈ ત્રણ વાગ્યા સુધીમાં જ્ઞાનોદય પરીક્ષા ભવન ખાતે યોજાયેલી ચૂંટણીમાં કુલ 185 સેનેટ સભ્યોએ મતદાન કર્યું હતું. કુલ 206 મતદાર પૈકી કુલ 44 સરકારી મતદારો હતા. દરમિયાન સાડા ત્રણ વાગ્યે યુનિવર્સિટીના સિન્ડીકેટ હોલમાં મતગણતરી શરૂ કરાઈ હતી. જેમાં પ્રથમ પ્રિન્સીપાલ બેઠક પરથી વિજ્ય એમ વનારને 86 અને જે.ડી. પટેલને 83 મત મળતાં વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે જ્યોતિકાબેન પટેલને 19 મત મળ્યા હતા.

બીજી તરફ જનરલ કેટેગરીમાં કુલ 17 મત મળે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં છેક છેલ્લી ઘડી સુધી ચાર ઉમેદવારો અલ્પેશ પુરોહિત, વિજય પટેલ, જે. બી. પટેલ અને વિકાસ શાહ વચ્ચે જંગ છેડાયો હતો. જેમાં અલ્પેશ પુરોહિતને 15.67, વિજય પટેલને 15.33 મત મળતાં તેમને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે યુનિવર્સિટીના બી.એડ. કોલેજના પ્રોફેસર જે. બી. પટેલને અને ખેડા જિલ્લા ભાજપના મહામંત્રી વિકાસ શાહને 15-15 મત મળ્યા હતા. જોકે, પ્રથમ રાઉન્ડમાં જે. બી. પટેલને વિકાસ શાહ કરતાં વધુ મત મળતાં તેમને વિજેતા જાહેર કરાયા હતા.

185 મતદારોએ મતદાન કર્યું હતું
આજની સિન્ડીકેટમાં કુલ 206 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 190 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી પાંચ મત રદૃ થયા હતા. 185 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કુલ 44 મત સરકારી હતા. > શીરીષભાઈ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, એસપી. યુનિવર્સિટી.

વાંધા અરજી રજૂ કરનારા જ્યોતિકાબેન પટેલની હાર થઈ
ચૂંટણી પૂર્વે ડોનર સીટના મતદાર દેવાંગ પટેલની ઉંમર 62 વર્ષ કરતાં વધુ હોય તેઓ મતદાન ન કરી શકે તેવી વાંધા અરજી રજૂ કરનારા જ્યોતિકાબેન પટેલની પ્રિન્સીપાલ સીટ પરથી હાર થઈ હતી. નોંધનીય છે કે, વાંધા અરજી રજૂ થયા બાદ દેવાંગ પટેલ મતદાન માટે આવ્યા નહોતા. જોકે, અંગત કામને લઈને તેઓ આવી શક્યા નહોતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

12 ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારો રીપીટ થયા
જનરલ કેટેગરીમાં ચાર ઉમેદવારો અલ્પેશ પુરોહિત, કેતન પી. પટેલ, મહેન્દ્ર નાયી અને પ્રેમચંદ્ર કોરાલી જ્યારે પ્રિન્સીપાલ કેટેગરીમાં વી.એમ. વનાર સિન્ડીકેટ સભ્ય તરીકે રીપીટ થયા છે. જ્યારે પાર્થ પટેલ બીજી વખત સિન્ડીકેટમાં ચૂંટાયા છે. ગત વર્ષે તેઓની હાર થઈ હતી. જ્યારે અન્ય ઉમેદવારો એચ.ડી. પટેલ, વિપુલ પટેલ, દર્શના દવે, જે.બી. પટેલ અને જે.ડી. પટેલ પ્રથમ વખત જ સિન્ડીકેટમાં ચૂંટાયા છે.

જનરલ કેટેગરીમાં કોને કેટલા મત મળ્યા

અલ્પેશ પુરોહિત15.67
દર્શના દવે,17
કે.ડી. પટેલ19
પ્રેમચંદ્ર કોરાલી18
વિજય પટેલ15.33
એચ.ડી. પટેલ21
વિપુલ પટેલ17
પાર્થ પટેલ21
મહેન્દ્ર નાયી20
વિકાસ શાહ15
જે. બી. પટેલ15

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો