તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિયો-ક્લિપ વાઇરલ:જય શ્રીકૃષ્ણથી વાત શરૂ કરી...પછી ફરિયાદ નોંધવા માટે મહિલા PSI રાઇટરે રૂપિયા અઢી લાખની માગણી કરી

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
 • પૈસાની માગણી કરતો ઓડિયો વાઇરલ થતાં પોલીસબેડામાં ખળભળાટ
 • 67 લાખની જમીન વેચાણ રાખનારે જમીનના પૈસા જ ચૂકવ્યા જ નહોતા

ખંભોળજ પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ કોમલ ઉધાસ અને તેમના રાઈટરની ફરિયાદ નોંધવા માટે રૂપિયા અઢી લાખની લાંચ માગતી ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર ચરોતરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે સૌથી રસપ્રદ બાબત એ છે કે સમગ્ર બનાવમાં છેલ્લાં 12 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં રાઈટરની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઈ છે, જ્યારે પીએસઆઈ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી.

સમગ્ર બનાવ શું છે ?
ખંભોળજમાં રહેતા દિલીપભાઈ પટેલે જિલ્લા પોલીસવડાને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ચિખોદરાના ઉમિયાપાર્કમાં રહેતા ગોપાલભાઈ પટેલને તેમની રાસનોલની જમીન (બ્લોક સર્વે નંબર 437) વેચાણ લેવા રસ દાખવ્યો હતો. મિલકત રૂપિયા 67.21 લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. ગોપાલભાઈએ પુત્ર મહેશ અને એડવોકેટ અંકુર સોની સાથે બાનાખાત કરાવ્યું એ જ સમયે રૂપિયા 2.21 લાખની ચુકવણી કરી હતી. જોકે વર્ષ 2015 બાદ નોટબંધી અને કોરોના તથા પૈસા નથી તેમ યેન કેન પ્રકારેણ બહાનાં કાઢીને તેઓ બાકીના પૈસા આપવાનું ટાળતા હતા.

ઘણી અરજી મળી છે, તપાસ કરાવી લઉં
ઈન્વર્ડમાં અનેક અરજીઓ મળતી હોય છે, હું તપાસ કરાવી લઉં કે આ અરજી મળી છે કે કેમ અને ખંભોળજમાં ફરજ બજાવતા પીએસઆઈના રાઈટર જયેશભાઈ વાળંદની બદલી દોઢેક માસ પહેલાં આણંદ હેડ ક્વાર્ટરમાં કરાઈ છે. જોકે આ બદલી જાહેરહિતમાં દરેક પોલીસકર્મીનો સમયગાળો પૂર્ણ થતાં કરાતી હોય છે એ રીતે કરાઈ છે. - અજિત રાજિયાન, જિલ્લા પોલીસવડા, આણંદ.

કુલ નવ ઓડિયો સાથેની સીડી છે, જે એસીબીને સોંપી છે
હાલમાં આ અંગેની જાણ એસીબીને કર્યા બાદ તેમને નવ ઓડિયો સાથેની એક સીડી આપી છે. અમે લોકો આરટીઆઈ કરી માગણી કરી છે કે જો ગુનો બનતો હોય તો ફરિયાદ દાખલ કરો અને ન બનતો હોય તો રિપોર્ટ કરો. - હિતેષભાઈ મહેતા, એડવોકેટ, આંકલાવ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો