તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો ભય:ખંભોળજ કેનાલનું ગરનાળું ભયજનક, સીમ વિસ્તારમાં જવાનો માર્ગ બંધ થવાથી પરેશાની

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ તાલુકાના ખંભોળજથી ધોરી ગામ તરફ જવાના માર્ગ પર આવેલ મહી કેનાલનું ગરનાળું છેલ્લા બે વર્ષથી ભયજનક બન્યું છે છતાં જવાબદાર તંત્ર દ્વારા ગરનાળાના સમારકામ બાબતે કોઇ લક્ષ અપાતું ન હોવાનો રોષ સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે. બિસ્માર ગરનાળાના કારણે અકસ્માત સર્જાવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. જર્જરતિ બની ગયેલ આ ગરનાળું ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સંભાવના છે. આથી ગરનાળાની સત્વરે કાયાપલટ કરવામાં આવે તેવી માંગણી છે.

ધોરીના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લાં બે વર્ષ ઉપરાંતથી આ ગરનાળું જીર્ણક્ષીર્ણ થયેલ છે. મોટાબાગના ગામલોકોનો વ્યવહાર અત્રેથી ત્રણ કી.મી. દૂર આવેલ ખંભોળજ ગામ સાથે સંકળાયેલો છે. ધોરીથી ખંભોળજ જવા-આવવા માટે આ ગરનાળું મહત્ત્વનું છે. ગામના ખેડૂતોની જમીન પણ ગરનાળાની સામેપાર એટલે કે ખંભોળજ સીમ વિસ્તારમાં આવેલ છે. ખેતરોમાં જવા માટે ગામ લોકો નાનાં-મોટાં વાહનોનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા બે વર્ષ ઉપરાંતથી આ ગરનાળું ભયજનક બન્યું હોવાથી ગામલોકોને ટ્રેક્ટર કે બળદગાડું લઇને ખેતરમાં જઇ શકતા નથી.

ગામ લોકોને આ ગરનાળાથી આગળ આવેલ તાડીયાપુરા ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તેના માટે વધુ બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ જ રીતે સારસા તરફ જવા માટે બિસ્માર ગરનાળાથી આગળ આવેલ ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે તેમાં પણ અંતર વધી જાય છે. જેને લઇ ગામ લોકોનો સમય અને નાણાંનો વ્યય થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો