આગ:ખંભાતની નવરત્ન ટોકીઝમાં અંદરથી આગ લાગતા અફડાતફડી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળથી ટોકિઝ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી

ખંભાતની સુપ્રસિદ્ધ નવરત્ન સિનેમા ખાતે કોઈ અગમ્ય કારણોસર અચાનક અંદરથી ભીષણ આગ લાગવાની ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી.આધુનિક ટોકીઝમાં ભીષણ આગને પગલે લાખોનું નુકશાન થવા પામેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાતના માછીપુરા વિસ્તારમાં આવેલ નવરત્ન ટોકીઝમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જોકે કોરોના કાળથી ટોકીઝ બંધ હોઈ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ખુરશી, સ્ક્રીન સહિત રાચરચીલું ને વ્યાપક નુકશાન થયેલ છે.

આગની જાણ થતાં જ ધારાસભ્ય મયુરભાઈ રાવલે ઘટના સ્થળે પહોંચી સત્વરે ખંભાત નગરપાલિકા ફાયર વિભાગ તેમજ ઓએનજીસી કેમ્બે એસેટના ફાયર વિભાગને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાહસિક ફાયર ફાઈટરો દ્વારા સત્વરે આગ પર કાબુ મેળવી પરિસ્થિતિને થાળે પાડવામાં આવી છે.

ઘણાં સમયથી સિનેમા બંધ હોવાથી વીજ કનેક્શન પણ બંધ રાખવામાં આવ્યા હતાં.આ ઘટના અંગે કોઈ કારણ જાણવા મળેલ નથી.તેમજ સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાનહાનિના થઇ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...