તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:ખંભાતની મહિલાને ઓનલાઈન પાર્સલમાં ફાટેલ તૂટેલ કપડાં નીકળ્યા,પોલીસે 9060 ની રકમ પરત અપાવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ યુટ્યુબ ઉપર જાહેરાત જોઈ રેડીમેડ ગારમેન્ટ્સ મંગાવ્યા હતા

રાજ્યમાં ઓનલાઇન મળતી સસ્તી ઓફરો આપતી વેબસાઇટ કે સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ પર આવતી જાહેરાત પર ભરોસો કરી નાગરિકો છેતરાઈ રહ્યા છે. આણંદના ખંભાત શહેરમાં એક મહિલાએ યુટ્યુબ ઉપર જાહેરાત જોઈ રેડીમેડ ગારમેન્ટ્સ મંગાવ્યા હતા.જે માટે તેઓ દ્વારા રૂ.9060 નુ પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હતું.જે દરમ્યાન ઓનલાઈન પાર્સલ માં બોગસ માલ નીકળતા ગ્રાહક મહિલા ને છેતરામણીનો અનુભવ થતા તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

રાજ્યમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં થઈ રહ્યો છે.સાઈબર ટેક્નિક ભણેલા વિધાર્થીઓ ટૂંકા રસ્તે નાણાં મેળવવાની લાલચમાં ગુનેગારી કરી રહ્યા છે. કોઇપણ વોલેટમાં કેશબેક, રીવર પોઇન્ટ ના નામે યુક્તિ પૂર્વક નાગરિકોના ડેબીટ કે ક્રેડીટ કાર્ડની તથા ઓ.ટી.પી, કે પાસર્વડ પડાવી લે છે અથવા કયુઆર કોડ સ્કેન કરાવી સાઈબર હેકરો નાગરિકોના મહેનત આ નાણાં લૂંટી રહયા બનાવો પણ વધ્યા છે. આ ઉપરાંત કોઈ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા જણાવી પણ બેન્ક ખાતામાંથી મોટી નાણાંકીય ઠગાઈ કરી છે. આવા બનાવો વધવાના પગલે પોલીસ પણ સતર્ક થઈ છે અને નાગરિકોને પણ જાગૃત કરી રહી છે.આમ છતાં આવા બનાવોમાં યુવકો અને મહિલાઓ તેમજ ગૃહિણીઓ છેતરાઈ રહયાના બનાવો બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત ના મુનીરાબેન મુસ્તફાભાઇ અતરવાલા ઉવ.42 દ્વારા યુ ટયુબ ચેનલ ઉપર સસ્તા કપડા ખરીદી કરવાનો ઓર્ડર આપી ગુગલ પે થી રૂ.9060 /- જે તે કંપનીને ચૂકવ્યા હતા.જે બાદ સામેવાળી કંપની તરફથી એક પાર્સલ મોકલવામાં આવેલ જે પાર્સલમાં કપડા ફાટેલા-તુટેલા નીકળ્યા હતા.મહિલાએ મંગાવેલ કપડા બરાબર ન મળતા પોતાની સાથે ઓનલાઇન છેતરપીંડી થયેલ હોવાનું સમજાઈ ગયું હતું.જે બાબતે તેઓ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોતાની રજુઆત જણાવી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અરજદાર ગૃહિણી સાથે બનેલ બનાવની અને બેન્ક સ્ટેટમેન્ટમાં ટ્રાન્જેકશનની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરી તા.1/7/2021 ના રોજ તેમની ગયેલ પુરેપુરી રકમ રૂ.9060/ અરજદાર ગૃહિણીને પરત કરાવવામાં આવેલ છે. જે બદલ અરજદારે આણંદ જીલ્લા પોલીસની કામગીરી બદલ આભાર વ્યકત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...