શેહ શરમ નેવે મૂકી:જાહેરમાં અશ્લીલ હરકતો કરતાં ત્રણ યુવકો અને બે યુવતીઓને ખંભાત પોલીસે ઝડપ્યા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગાંગડીયા તળાવ પાસેથી પાંચેયને પકડી પાડવામાં આવ્યાં

ખંભાતમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગાંગડીયા તળાવ પર ત્રણ યુવક અને બે યુવતીને જાહેરમાં અશ્લીલ હરકત કરતાં ઝડપી પાડ્યાં છે. જાહેરમાં અશ્લીલ હરકતો કરતાં તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાંચેય સામે ગુનો દાખલ
ખંભાતના યુવાન હૈયાઓ હવે સમાજ, પરિવાર અને કાયદાની શેહ શરમ કે ડર રાખ્યા વિના જાહેરમાં બિભત્સ વર્તન કરવા લાગ્યા છે. ખંભાત પોલીસ દ્વારા જાહેરમાં અશ્લીલ હરકતો કરતા ઝડપાયેલી યુવતીઓ અને યુવકો વિરૂદ્ધ ગુનો દાખલ કરતા આ યુવાઓના પરિવાજનો, મિત્રો અને સામાજિક આગેવાનો દોડતા થયા છે.

અસભ્ય અને નિર્લજ વર્તન કરી રહ્યાં હતાં
ખંભાત શહેર પોલીસની પીસીઆર વાન મોડી રાત્રિના પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગાંગડીયા તળાવ લાયન્સ કલબના વિસામા આગળ બાકડા પર સ્ટ્રીટ લાઇટ નીચે એક બાકડાં પર એક યુવક અને યુવતી, બીજા બાકડાં પર બે યુવક અને યુવતી અસભ્ય અને નિર્લજ વર્તન કરી રહ્યાં હતાં. આથી, પોલીસ ટીમે તાત્કાલિક પાંચેયની અટક કરી નામઠામ પુછ્યાં હતાં. જેમાં યુવકનું નામ મુશરફ નાસીર શેખ , હુસેન ખુમેજા પીત્તલવાલા અને ધ્રુવ કવિશકુમાર ચોક્સી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ પાંચેય યુવક -યુવતી પાસેથી કુલ પાંચ મોબાઇલ કિંમત રૂ.29 હજાર અને બે બાઇક કિંમત રૂ. 38 હજાર મળી કુલ રૂ. 67 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ અંગે હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મનુભાઈની ફરિયાદ આધારે પાંચેય સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...