બદલી:ખંભાત DySpની બદલી અભિષેક ગુપ્તાને મૂકાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના શ્રીપાલ શેષમાની વાપી બદલી કરાઈ

રાજ્ય સરકારે હૈદરાબાદ ખાતે આઇપીએસની ટ્રેનિંગ લઇને આવેલા આઇપીએસની વિવિધ સ્થળે નિયુક્તિ કરી હતી જ્યારે ખંભાત ડીવાયએસપીની પણ બદલીનો આદેશ કર્યો હતો.સત્તાવાર રીતે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત કેડરમાં ફાળવાયેલા આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તાની હૈદરાબાદ ખાતેની ફેઝ-2 ની તાલીમ પૂર્ણ થતા તેમની મોરબી ખાતેથી ખંભાતના નાયબ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. આ સ્થાને અગાઉ ભારતી જે. પંડ્યા ફરજ બજાવતા હતા.

ભારતી પંડ્યાને ખંભાત ડીવાયએસપી પદેથી મદદનીશ પોલીસ કમિશનર, ઇકોનોમિક વીંગ અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે. તેવી જ રીતે ખેડામાં ફરજરત આઇપીએસ શ્રીપાલ શેષમાને વાપી ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.દરમિયાન, મોરબીના નાયબ જિલ્લા પોલીસ વડા રાધિકા ભારયાને વડોદરા શહેરના મહિલા સેલમાં મદદનીશ પોલીસ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. કુલ છ જેટલાં પ્રોબેશ્નરી આઈપીએસને કાયમી નિમણુંક આપવામાં આવી છે. જ્યારે પાંચ ડીવાયએસપી અધિકારીઓની અન્યત્ર બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...