ચુકાદો:25 વર્ષ જૂના હત્યા કરવાના પ્રયાસના કેસમાં ખંભાત ભાજપ પ્રમુખ સહિત 5ને 10 વર્ષની કેદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર ભાજપ પ્રમુખ પિનાકિન બ્રહ્મભટ્ટ અને અન્ય શખ્સોએ પંડિત પર જીવલેણ હુમલો કર્યો હતો

ખંભાત શહેર રહેતા પંડિત પરિવાર ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય પાડતાં હતા. જેથી તેમને ત્યાં1997માં સાધુ અવરજવર રહેતી હતી. જો કે પિનાકિન બ્રહ્મભટ્ટ સહિત અન્ય પાંચ શખ્સોને આ વાત ખુચતી હતી. 10-05-1997ના રોજ પંડિત અને તેમના પત્ની બજાર ગયા હતા. તે સમયે પીનાકીન બ્રહ્મભટ્ટે પંડિત પર જીવલેણ હુમલો કર્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં ભાજપ શહેર પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ સહિત પાંચને કોર્ટે કસુરવાર ઠેરવીને દશ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા ખંભાતમાં ચકચાર મચી જવા પામી છે.

ખંભાત શહેરમાં વિઠ્ઠલભાઇ મગનભાઇ પંડિત અને પત્ની સંગીતાબેન તથા બાળકો સાથે રહેતા હતા. તેઓ સ્વામિનારાણય સંપ્રદાય પાડતા હતા. જેથી અવાર નવાર તેમના ઘરે સાધુઓ આવતાં હતા જે બાબત પીનાકીન બ્રહ્મભટ્ટ, અશોક જયસુખલાલ ભાસ્કર, જંબુભાઇ પટેલ ખુચતી હતી. જેથી 30-04-1997ના રોજ તેઓ વિઠ્ઠલભાઇના ઘરે જઇને તમારા ઘરમાં સાધુ છે.

તેને બહાર કાઢો તેમ કહીને આખુ ઘર તપાસ્યું હતું. સંગીતાબેને સાધુ સાથે આડો સંબંધ હોવાનો ખોટો વહેમ રાખતાં હતા. જે બાબતની રીસરાખીને 10-05-1997ના રોજ વિઠ્ઠલભાઇ પંડિત અને સંગીતાબેન બજારમાં સોની દુકાને જતાં હતા. ત્યારે પીનાકીન બ્રહ્મભટ્ટ સહિત છ જણા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને વિઠ્ઠલભાઇને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો.

જેમાં ખંભાતની કોર્ટે જીવલેણ હુમલામાં ભાજપ શહેર પ્રમુખ પીનાકીનભાઈ પ્રવિણચન્દ્ર બ્રહ્મભટ્ટ, પટેલ જમુભાઈ ઉર્ફે જમનાદાસ, બ્રહ્મભટ્ટ કનુભાઈ દશરથભાઈ, બ્રહ્મભટ્ટ ધર્મેન્દ્ર હરકિશનદાસ ઈનામદાર તથા ભાસ્કર અશોકકુમાર જયસુખલાલને તકશીરવાર ઠેરવીને 10-10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમા સંડોવાયેલા સંજયભાઈ બ્રહ્મભટ્ટનું અવસાન થતાં તેમને કોર્ટ દ્વારા એબેટ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...