કાર્યવાહી:ખંભાત 69 વર્ષની વૃધ્ધા પોઝિટીવ પરિવારના RTPCR ટેસ્ટ કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતમાં 15 ટીમો દ્વારા શંકાસ્પદ દર્દીઓની તપાસ

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં અઢી માસ બાદ 69 વર્ષની વૃધ્ધાને કોરોના પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગની ટીમો ખંભાત શહેરમાં ઉતારી દેવામાં આવી છે. પહેલી અને બીજી લહેરમાં ખંભાતમાં કોરોનાના વિસ્ફોટ જોવા મળ્યો હતો. જેથી આ વખતે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગની 15 ટીમો ખંભાત શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉતારી દેવામાં આવી છે. ઘેર ઘેર સર્વે કરીને શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડો રાજેશ પટેલે જણાવ્યું હતું કે ખંભાત મળેલ કેસ B1.5 વેરીયર્સ નથી. પણ સાદો કોરોના કેસ છે. તેમ છતાં આરોગ્ય વિભાગે વૃધ્ધાના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત આસપાસના લોકોના આરટીપીસીઆર કરાશે. સાથે સાથે નગરપાલિકા દ્વારા જે તે વિસ્તારમાં સેન્ટાઇઝીંગ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટીમો ઉતારીને શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવાની કામગીરી હાથધરી છે. સાથે સાથે ખંભાતમાં વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...