મહિલાની મશ્કરી કરતાં ધિંગાણું:સોજિત્રાના કાસોર ગામે મશ્કરી કરવા બાબતે બે પરિવાર બાખડ્યાં, સામસામે પથ્થરો ફેંકતા ચારને ઇજા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

સોજિત્રા તાલુકાના કાસોર ગામે નવા ફળીયામાં પુત્રવધુની મશ્કરી કરવા બાબતે ઠપકો આપતા બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સામસામે પથ્થરમારો કરતાં ચારેક વ્યક્તિને નાની - મોટી ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલા સાથે હસી મજાક કરી હતી
કાસોર ગામે નવા ફળીયામાં રહેતા ગોવિંદ તળપદાની પુત્ર વધુ સાથે નજીકમાં રહેતા મેહુલ બુધા તળપદાએ હસી મજાક કરી હતી. આ બાબતે તેના ઘરે જતાં ઝઘડો થયો હતો. જેમાં મેહુલના પરિવારજોએ અપશબ્દ બોલી ઉશ્કેરાઇ જઇ પથ્થર માર્યો કર્યો હતો. જેમાં સંજયભાઇ, બાબુભાઈ, દિવ્યાબહેનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે બુધા શના તળપદા, પ્રવિણ શના તળપદા, રણજીત બુધા તળપદા અને મેહુલ બુધા તળપદા સામે ગુનો નોંધ્યો હતો.

સામા પક્ષની ફરિયાદ
સામાપક્ષે રણજીત તળપદાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોવિંદ મગન તળપદા સહિતના પરિવારજનો ઘર પાસે આવી અપશબ્દ બોલી પથ્થરમારો કર્યો હતો. જેમાં રણજીત, મીનાબહેન, નંદાબહેનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે ગોવિંદ મગન તળપદા, સંજય ગોવિંદ તળપદા, પરેશ બાબુ તળપદા, ભરત કનુ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...