તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 વર્ષ બાદ ચુકાદો:ATSએ 2010માં આણંદની સામરખા ચોકડી પાસેથી ઝડપેલા કાશ્મીરી યુવકનો આતંકવાદના કેસમાં નિર્દોષ છૂટકારો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આણંદ શહેરની સામરખા ચોકડી પાસેથી વર્ષ 2010માં અમદાવાદ એટીએસે આતંકવાદના ગુનામાં ઝડપી પાડેલા મૂળ જમ્મુ કાશ્મીરના યુવકને 11 વર્ષ બાદ આણંદ જિલ્લા કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે.

હિઝબુલ મુજાહીદ્દીન સાથે સંકળાયેલો હોવાની આશંકા હતી
અમદાવાદની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે 13મી માર્ચ, 2010 રોજ રાત્રિના બાર વાગ્યે આણંદની સામરખા ચોકડી નજીક કશ્મીરી હોટલ પાસેથી બસીરઅહેમદ ઉર્ફે એઝાઝ ગુલામનબી બાવા (રહે.જમ્મુ કાશ્મીર) ને ઝડપી પાડયો હતો. પોલીસને માહિતી હતી કે તે આંતકવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીન સાથે સંકળાયેલો છે.

તોફાનોમાં પાકિસ્તાનને મદદ કરવાનો આરોપ
2002માં તોફાનોમાં અસરગ્રસ્ત પીડિત યુવકોને મળીને તેઓને આંતકવાદની તાલીમ માટે પાકિસ્તાન મોકલી રહ્યો છે. તેમણે તેના પર જેહાદી તાલીમ મેળવ્યા બાદ ભારતમાં આંતકવાદી કૃત્યો કરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઈ હતી.

પુરાવા ન મળતા નિર્દોષ છોડાયો
બાદમાં એફઆરઆઈને એટીએસમાં ટ્રાન્સફર કરાઈ હતી. કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જ્યાં આરોપીના વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોના વિશ્લેષણના અંતે આરોપી બસીરએહમદ ગુનાહિત કાવતરૂં રચ્યું હોય તેવી કોઈ હકીકત ન નીકળતા કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકયો હતો.