ભાસ્કર વિશેષ:કરૂણા અભિયાનઃ ઉતરાયણમાં દોરાથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 9 હજારથી વધુ ઘાયલ પક્ષીઓમાંથી 750ના મોત નિપજયા હતાં

ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદથી ઉજવીએ એની સાથે સાથે અબોલ અને નિર્દોષ પક્ષીઓના અમુલ્ય જીવને બચાવવાની આપણી નૈતિક ફરજ પણ છે.વર્ષ 2022 માં 9000 થી વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયા હતાં, જેમાથી 750 પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. તેથી વન વિભાગ અને સ્વૈચ્છીક સંસ્થાઓ અને સ્વયંમ સેવકોના સાથ અને સહકારથી “ કરૂણા અભિયાન “અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામા આવ્યુ છે. ઉત્તરાયણ પર્વના સમયગાળા દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર થઈ શકે તે માટે જાણકારી આપવા હેતુથી વોટસએપ નંબર તથા હેલ્પ લાઇન નંબર સેવા શરૂ કરવામાં આવી છે.

ઘાયલ પક્ષીની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સના ટોલ-ફ્રી નંબર -1962 ફોન કરીને સંપર્ક કરવો અને હેલ્પ લાઇન વોટસઅપ નં.8320002000 ઉપર કરૂણા મેસેજ ટાઇપ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની માહિતી મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર ફોન નં.02692-264855 ઉપર પણ સંપર્ક કરવાથી પણ વન વિભાગ કંટ્રોલરૂમને ઘાયલ પક્ષીઓની જાણકારી આપી શકાશે. ં

ઉત્તરાયણ દિવસે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી પતંગ ચગાવવા અપીલ કરવામાં આવી
ઉત્તરાયણના દિવસે જ અને તેમાં પણ સવારના 9 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો,ચાઇનીઝ કે સિંથેટીક દોરીનો ઉપયોગ ન જ કરવો, ઘાયલ પક્ષીને જોતા એના મોઢામાં પાણી કે ખોરાક ન મુક્વો કે જાતે જ સારવાર કરવાનો પ્રયત્ન ના કરવો, પરંતુ પક્ષીની સારવાર માટે તુરંત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્રનો સંપર્ક સાધવો, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાકી બાસ્કેટ કે કાણાવાળા પુઠા રાખી સત્વરે પક્ષીને સારવાર કેન્દ્રમાં લઈ જવુ અને ઘરના ધાબા કે આજુ-બાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરી અને ગુચડાનો નિકાલ કરવો જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...