તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Karamsad The Healing Tree Launches Covid Home Care Package And Report With RT PCR QR Code For Those Wishing To Go Abroad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કરમસદ ધ હીલિંગ ટ્રી દ્વારા કોવિડ હોમ કેર પેકેજ અને વિદેશ જવા ઈચ્છુક લોકો માટે RT-PCR QR કોડ સાથેના રિપોર્ટની સુવિધા શરૂ કરાઈ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધ હીલિંગ ટ્રી દ્વારા હોસ્પિટલમાં સામાન્ય ઘસારો અટકાવવા અને દર્દીઓને ઉપયોગી થવા આ સેવા શરૂ કરવામાં આવી
 • સંક્રમિત દર્દીઓ અને તેમના સગાઓને જેમ તેમ ભટકવું ન પડે તે માટે ઘણી હોસ્પિટલોએ હોમકેર સેવાઓ શરુ કરાઇ

આણંદમાં વધતા જતા કોરોના સંક્રમિત દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 10થી 12 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યુ છે. આવા સમયમાં સંક્રમિત દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હોસ્પિટલોમાં જેમ તેમ ભટકવું ન પડે તે માટે ઘણી હોસ્પિટલોએ હોમકેર સેવાઓ ચાલુ કરી છે. નિશ્ચિત રકમ લઈ દર્દીઓને ઘરે બેઠા તમામ પ્રકારે માર્ગદર્શન, મદદ અને કોવિડ ટેસ્ટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કરમસદ હોસ્પિટલનું ધ હીલિંગ ટ્રી દ્વારા પણ હોસ્પિટલમાં સામાન્ય ધસારો અટકાવવા અને દર્દીઓને ઉપયોગી થવા આ સેવા શરૂ કરવામાં આવી છે.

આણંદ જીલ્લામાં કોરોના સંક્રમણના કેસનો વધારો થતાં ઘ હીલિંગ ટ્રી, કરમસદ દ્વારા કોવિડ હોમ કેર પેકેજની શરૂઆત કરવામાં આવી છે. આ કોવિડ હોમ કેર પેકેજમાં ત્રણ દિવસના રુ. 1500, સાત દિવસના રૂ. 3000, દસ દિવસના રૂ.4000 અને 14 દિવસના રૂ.5000ના પેકેજનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત દરેક પેકેજની સુવિઘામાં દિવસમાં એક વખત ડોકટર સાથે ટેલિફોનિક સલાહ, નર્સ સાથે ટેલિફોનીક સલાહ અને ડાયાટિશયન સાથે ટેલીફોનીક સુવિધા પૂરી પાડવામાં આવશેનું પણ જણાવાયું છે.

મહત્વનું છે કે, હોમ કેર સેવાઓમાં RT-PCR એટલે કે ફેફસાંનું પરિક્ષણ એપોઈમેન્ટ દ્વારા કરી શકાશે. તથા કોવિડ સેમ્પલ માટે ઘરેથી કલેકશનની દરરોજની સેવા પણ ઉપલબ્ધ છે. જેનો દર રૂ.900 છે. અન્ય સેવાઓમાં ઘરે બેઠા લોહીની તપાસ અને પરિક્ષણ તથા દવાઓની હોમ ડિલીવરી પણ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સેવાઓનો લાભ મેળવવા માટે ઘ હીલિંગ ટ્રીની એપ ડાઉન લોડ કરી ક્યુ.આર.કોડ સ્કેન કરી સેવાઓનું ડીજીટીલાઈઝેશન દ્વારા દર્દીઓને ઘરે બેઠા લાભ પહોંચાડવાનો સુલભ પ્રયત્ન શરૂ કરાયો છે. વધુ માહિતી માટે 70 હજાર 690 50 હજાર 577નો સંપર્ક સાધવાથી થઈ કોઈ જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે.

આ ઉપરાંત વિદેશ જવા ઈચ્છુક લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. જેને ધ્યાનમાં રાખીને હોસ્પીટલની મોલેકયુલર લેબ દ્વારા કયુ.આર. કોડ સાથેનું RT-PCR રિપોર્ટ આપવામાં આવશે. જેથી વિદેશના નાગરિકોને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ રિપોર્ટ માટે ધ હીલીંગ ટ્રીની એપ ડાઉનલોડ કરીને સોફટ કોપી લઈ શકાય છે. અથવા તો ઈમેઈલ દ્વારા પણ સોફટ કોપી પૂરી પાડવામાં આવે છે. આમ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ કયુ.આર.કોડ સાથેના RT-PCR રિપોર્ટ હોસ્પીટલની મોલેકયુલર લેબ દ્વારા પૂરા પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો