તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:કરમસદના ખેડૂતોને નકલો માટે આજુબાજુના ગામડામાં રઝળપાટ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરમસદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

કરમસદ ગામના ખેડૂતોને 7/12 અને 8/અની નકલો મેળવવા માટે વલાસણ,સંદેશર અનેજોળ ગ્રામ પંચયાતમાં ધક્કા ખાવા પડે છે. 7/12 અને 8/અ ની નકલ મેળવવા માટે માત્ર 10 મિનિટનું કામ છે.પરંતુ પાલિકામાં નીકળતી ન હોવાથી ખેડૂતોને દિવસ પાડીને આજુબાજુના ગામોમાં જવું પડે છે.જેના કારણે ખેડૂતોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જેને ધ્યાને લઇને કરમસદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં કરમસદ નકલ સહિત સેવા શરૂ કરવાની માંગ સાથે આણંદ ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

કરમસદ ગામની 35 હજારની વસ્તી છે.જેમાંથી 4 હજારથી વધુ ખેડૂતો છે.કરમસદના ખેડૂતોને 7/12 અને 8/અ ની નકલ કઢાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આણંદ મામલતદાર કચેરીમાં જવું પડે છે. હાલમાં કોરોના મહામારીના પગલે સેવાસદનમાં તમામ કામગીરી બંધ કરવામાં આવી છે.જેથી કરમસદના ખેડૂતો આજુબાજુના ગામોની પંચાયતમાં નકલ કઢાવવા માટે જવું પડે છે.જેથી ખેડૂતો રૂા 5 ની નકલ કઢાવવા માટે આખો દિવસ બગાડવો પડે છે.જેને લઇને અગત્યના કામો રખડી પડે છે.તેને ધ્યાને લઇને કરમસદ શહેર કોંગ્રેસના કાળીદાસ સોલંકી,હેતલ પટેલ, મિથિલેશ અમીન સહિતના આગેવાનોએ આણંદ ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોને કરમસદમાં નકલો મલી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો